Lockdown:મુંબઇ સહિત બધાં હૉટસ્પૉટમાં 31 મે સુધી વધાર્યું લૉકડાઉન

15 May, 2020 11:09 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Lockdown:મુંબઇ સહિત બધાં હૉટસ્પૉટમાં 31 મે સુધી વધાર્યું લૉકડાઉન

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

મહારાષ્ટ્રમાં મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. આ વિસ્તારો કોરોનાને ધ્યાનમાં રાખીને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રાજધાની મુંબઇ સહિત બધાં હૉટસ્પૉટ વિસ્તારોમાં લૉકડાઉન (Lockdown 4.O in Maharashtra) લંબાવીને 31 મે સુધી કરવામાં આવ્યું છે. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના (Corona in Maharashtra)ને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા એક હજાર પાર થઈ ગઈ છે.

ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ થયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ સ્થળો પર પ્રતિબંધ વધારવાની શક્યતા પર ચક્ચા કરવામાં આવી હતી. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી વિસ્તારવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં એક હજારથી વધારેના મોત
નોંધનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા 27 હજાર 554 હતી જેમાંથી 1019 સંક્રમિતોની મોત થઈ ગઈ છે. માત્ર મુંબઇમાં સંક્રમણના 16,738 કેસ છે અને 621ના મૃત્યુ થયા છે.

સીએમ ઉદ્ધવની આગેવાનીમાં થયેલી બેઠકમાં પ્રદેશના ઉપમુખ્યમંત્રી અજિત પવાર, જળ સંસાધન મંત્રી જયંત પાટિલ, શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે, ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇ, રાજસ્વ મંત્રી બાળાસાહેબ થોરાટ અને લોક નિર્માણ વિભાગ મંત્રી અશોક ચવ્હાણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સામેલ થયા.

maharashtra mumbai mumbai news lockdown