21 June, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંડિત રામદેવ વાઘ (ડાબે) અને ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના ઑફિસર અનિલ શેળકે.
બુધવારે રાતે આશરે સાડાઆઠ વાગ્યે ડોમ્બિવલી રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર આવેલી કલ્યાણ જઈ રહેલી ચાલતી લોકલ ટ્રેન પકડતી વખતે ૭૦ વર્ષના પંડિત રામદેવ વાઘનો અચાનક પગ લપસી ગયો હતો. પગ લપસવાને કારણે તેમનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેઓ ચાલુ ટ્રેન સાથે ઘસાતાં-ઘસાતાં લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના ગૅપમાં જવા લાગ્યા હતા. એ સમયે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના ઑફિસર અનિલ શેળકેએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તેમને પકડીને બહાર ખેંચી લીધા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. પ્રવાસીને કોઈ ઈજા થઈ નહોતી અને હેમખેમ બચી ગયા હતા. પોતાનો જીવ બચાવવા બદલ તેમણે રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.