જુહુ બીચના ફૂડ સ્ટૉલ્સનું લીઝ રેન્ટ રાજ્ય સરકારે ઘટાડ્યું

10 July, 2020 01:35 PM IST  |  Mumbai | Agencies

જુહુ બીચના ફૂડ સ્ટૉલ્સનું લીઝ રેન્ટ રાજ્ય સરકારે ઘટાડ્યું

જુહુ બીચના ફૂડ સ્ટૉલ્સ

જુહુ બીચ ખાતેના ફૂડ સ્ટૉલ્સનું લીઝ રેન્ટ ઘટાડવાનો નિર્ણય રાજ્ય સરકારના પ્રધાન મંડળની બુધવારની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે રાજ્ય સરકારની મહેસૂલી આવક ૬.૩૮ કરોડ રૂપિયા ઘટશે. જુહુ બીચ પર ૭૯૪ ચોરસમીટર જમીન ઍરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એ.એ.આઇના અખત્યારમાં અને ૪૮૯.૬ કિલોમીટર જમીન રાજ્ય સરકારના અખત્યારમાં છે. એ જગ્યા પર ચાલતા ૮૦ ફૂડ સ્ટૉલ્સમાંથી ૪૨ ઍરપોર્ટ્સ ઑથોરિટીની જગ્યા પર અને ૩૮ સ્ટૉલ્સ રાજ્ય સરકારની જગ્યા પર ચાલે છે.

જુહુ બીચના સ્ટૉલધારકોની કો-ઑપરેટિવ સોસાયટીએ લીઝ રેન્ટ ખૂબ વધારે હોવાનું જણાવતાં રેન્ટ ઘટાડવાનો સંબંધિત સત્તાતંત્રોને આદેશ આપવાની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી હતી. સર્વોચ્ચ અદાલતે સ્ટૉલધારકોની માગણી મંજૂર રાખતાં લીઝ રેન્ટનું પ્રમાણ ઘટાડવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતના એ આદેશને માન્ય રાખતાં ઍરપોર્ટ્સ ઑથોરિટીએ લીઝ રેન્ટનું પ્રમાણ ઘટાડ્યું હતું. ઍરપોર્ટ્સ ઑથોરિટીના નિર્ણયને અનુસરતાં રાજ્ય સરકારના પ્રધાન મંડળે પણ એ ફૂડ સ્ટૉલધારકોના લીઝ રેન્ટનું પ્રમાણ ઘટાડવાનો નિર્ણય લીધો હતો.

પ્રધાન મંડળે દૂધના વધારાના જથ્થાનો પાઉડર બનાવવાની છૂટ આપવાના નિર્ણયનો અમલ ૩૧ જુલાઈ સુધી લંબાવ્યો હતો. એ ઉપરાંત જલજીવન મિશન સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી હતી. જલજીવન સ્કીમ હેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક પરિવારને ૫૫ લીટર પાણીપુરવઠો આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.

mumbai mumbai news lockdown juhu beach