થાણેની કચ્છી ટીનેજર ગર્વને પાત્ર છે

05 September, 2020 01:22 PM IST  |  Mumbai | Mumbai correspondent

થાણેની કચ્છી ટીનેજર ગર્વને પાત્ર છે

થાણેની કચ્છી ટીનેજરે ભારતનું નામ ‌વિદેશમાં પણ રોશન કર્યું.

થાણે (વેસ્ટ)ના નૌપાડામાં મહેશ અને પુષ્પા નિસર સ‌હિત વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિ માટે ખૂબ ગર્વ કરવા જેવી પળ છે. આ કચ્છી દંપતીની ૧૯ વર્ષની દીકરી ધ્રુવી નિ‌સરે નવા ફીલ્ડમાં ખૂબ નાની ઉંમરે કંઈક અનોખું કરી દેખાડ્યું છે. ધ્રુવીએ તેની ટીમ સાથે મળીને ફાઇનૅન્સ પર ‌રિસર્ચ પેપર તૈયાર કર્યું છે જે યુએસના ફાઇનૅન્શિયલ ઍનલિસ્ટ્સ જર્નલમાં પ‌બ્લિશ કરવા સબમિટ પણ કરાયું છે. જોકે ધ્રુવીએ માત્ર રિચર્સ પેપર જ નથી તૈયાર કર્યું પણ તે ટૅબ્લો સ્ટુડન્ટ ઍમ્બૅસૅડર તરીકે પણ સિલેક્ટ થઈ છે. આના માટે દુ‌નિયાભરમાંથી ૩૩૦૦ સ્ટુડન્ટ્સના ઑનલાઇન ઇન્ટરવ્યુ લેવાયા હતા જેમાં ડેટા ‌કેવી રીતે ‌વિઝ્યુઅલાઇઝ કરી શકાય જેવા ડેટા સાયન્સને લગતા સવાલો પુછાયા હતા અ‌ને આમાં ધ્રુવી સહિત ૩૫ સ્ટુડન્ટ્સ જ ‌સિલેક્ટ થયા હતા.

ધ્રુવીએ ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પરેલની કૉલેજમાં ડેટા સાયન્સનો કોર્સ લીધો હતો. મારું પહેલું વર્ષ પૂરું થઈ ગયું છે.

આ વર્ષ દર‌મિયાન યુ‌નિવર્સિટી ઑફ માસાચુસેટ્સ બૉસ્ટનના પ્રોફેસર ડૉ. લૉરેન્સ પૉહલમૅન અમારી કૉલેજમાં સ્પેશ્યલ લેક્ચરર તરીકે આવ્યા હતા. તેઓ ફાઇનૅન્સમાં નવો ‌રિચર્સ પ્રોજેક્ટ શરૂ કરવાના હતા એથી તેમને એક ટીમ પણ જોઈતી હતી.

અમે ટીમ બનાવી અને કો‌વિડ-19માં આવેલા ‌રિસેશનના કારણે ફાઇનૅન્સ પર કેવી અસર પડી છે એના પર ‌રિચર્સ પેપર તૈયાર કર્યું છે.’

mumbai mumbai news thane