વસઈમાં સ્ટેશન-માસ્ટરની કૅબિનની બાજુની રૂમમાં ૨૩ વર્ષની યુવતી સાથે થયું કુકર્મ

28 July, 2021 09:00 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

હાલમાં ૬ મહિના પ્રેગ્નન્ટ યુવતીએ ફરિયાદ કરી એ પહેલાં જ આરોપી ફરાર થઈ ગયો

વસઈમાં સ્ટેશન-માસ્ટરની કૅબિનની બાજુની રૂમમાં ૨૩ વર્ષની યુવતી સાથે થયું કુકર્મ

૨૩ વર્ષની ફળ વેચતી યુવતીએ વસઈ રેલવે-સ્ટેશન પરિસરમાં તેની સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલમાં ૬ મહિના પ્રેગ્નન્ટ રહેલી આ યુવતીએ ફરિયાદમાં કહ્યું છે કે ૨૮ વર્ષનો આરોપી દીપુ પ્રસાદ પાંડે ઉર્ફે વેન્ડર શેષ વસઈ સ્ટેશન પર સ્ટેશન-માસ્ટરની ઑફિસની બાજુમાં આવેલી રૂમમાં આ કુકર્મ કરતો હતો. 
પોલીસ-સ્ટેટમેન્ટમાં ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ-નંબર ૧ અને ૨ના ત્રીજા માળે જ્યાં વસઈ રોડ સ્ટેશન-માસ્ટરની ઑફિસ છે ત્યાંની એક ખાલી રૂમમાં મારું જાતીય શોષણ થયું હતું અને રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પરની અન્ય ખાલી રૂમનો પણ ઉપયોગ થયો હતો.’
માણિકપુર પોલીસ-સ્ટેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પીડિત યુવતીએ શનિવારે પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે દીપુ પાંડે જે પ્લૅટફૉર્મ નજીક રહે છે તેણે ૨૦૨૧ના જાન્યુઆરીથી એપ્રિલ સુધી મારી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. તેણે મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જ્યારે આરોપીને યુવતી ૬ મહિનાની ગર્ભવતી હોવાની ખબર પડી ત્યારે તેણે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આરોપી વસઈ સ્ટેશન પરિસર વિશે માહિતી ધરાવતો હતો કે કેટલા વાગ્યે સ્ટાફ આવે છે અને ક્યારે જાય છે. આ ઉપરાંત કોવિડ-19ના પ્રતિબંધને કારણે ઓછી ભીડનો લાભ પણ તેણે ઉપાડ્યો હતો.’
વસઈના માણિકપુર પોલીસ-સ્ટેશનનાં સબ-ઇન્સ્પેક્ટર રો​હિણી જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ યુવતી પોલીસ-સ્ટેશનમાં આવી હતી. મારી સાથે તેણે વાતચીત કરીને આખા બનાવ વિશે જાણ કરી હતી. એથી એ વિશે તપાસ કરવામાં આવી અને કેસ વસઈ રેલવે પોલીસના હદમાં આવતો હોવાથી અમે માહિતી લઈને કેસ ત્યાં ટ્રાન્સફર કર્યો છે.’

રેલવે-પોલીસ શું કહે છે?
સચિન ઇંગાવલે વસઈ જીઆરપીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવ જૂનો હોવાથી સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવાં મુશ્કેલ થઈ રહ્યાં છે. જોકે અમે પત્ર લખીને જૂનો રેકૉર્ડ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આરોપી લગભગ એપ્રિલથી જ ભાગી ગયો છે. બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો. અમે આરોપીની શોધખોળ ચલાવી રહ્યા છીએ.

Mumbai Mumbai News preeti khuman-thakur