રાજ્યના ગૃહપ્રધાને પણ શરદ પવારના ઘરે થયેલા પ્રદર્શનની ગુપ્તચર વિભાગને આગોતરી જાણ હોવાનું કબૂલ્યું

13 April, 2022 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે ગુપ્તચર વિભાગે એમએસઆરટીસીના વર્કર્સ એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાન બહાર સંભવતઃ દેખાવો કરશે

શરદ પવાર (ફાઈલ ફોટો)

મુંબઈ  (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે ગુપ્તચર વિભાગે એમએસઆરટીસીના વર્કર્સ એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાન બહાર સંભવતઃ દેખાવો કરશે એ અંગેનો પત્ર ૪ એપ્રિલના રોજ સંબંધિત પોલીસ અધિકારીઓને પાઠવ્યો હતો, તેમ છતાં ત્રૂટિ રહી ગઈ હતી અને પૂરતી સુરક્ષા-વ્યવસ્થા તહેનાત નહોતી કરાઈ.
સુરક્ષા-વ્યવસ્થામાં ચૂક રહી જવા મામલે તપાસ ચાલી રહી છે અને આ ગતિવિધિમાં ઝોન-૨ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી)ની બદલી કરી દેવાઈ છે અને ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે, એમ પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હડતાળ પર ઊતેરલા એમએસઆરટીસીના કર્મચારીઓના એક જૂથે શરદ પવાર તેમની મદદ કરવા માટે કશું કરી ન રહ્યા હોવાનો આક્ષેપ મૂકીને ૮ એપ્રિલના રોજ બપોરે દક્ષિણ 
મુંબઈના ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા તેમના બંગલોની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ મામલે મુંબઈ પોલીસે ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. 

mumbai news sharad pawar