ભારતમાં હીરા બજારમાં હવાલા રેકેટ પર રોક લગાવો : હાર્દિક હુંડિયા

24 May, 2019 04:46 PM IST  |  મુંબઈ

ભારતમાં હીરા બજારમાં હવાલા રેકેટ પર રોક લગાવો : હાર્દિક હુંડિયા

ભારતમાં હીરા બજારમાં હવાલા રેકેડ પર રોક લગાવવાની માંગ

હીરા બજારમાં હવાલા રેકેટ, સસ્તા ભાવ માં હીરા લાવી ને મોંઘા ભાવ નાં બિલ બનાવીને વિદેશથી આયાત કરવાનાં અનેક કિસ્સા બની રહ્યા છે. મુંબઈના જાણીતા હીરા બજારના વિશેષજ્ઞ હાર્દિક હુંડિયાએ હીરા બજારની હલચલો gujaratimidday.com સાથે શેર કરી હતી. અને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા DRI એ ૩૦૦૦કરોડ નું હવાલા કૌભાંડ હીરા બજારમાં ઉજાગર કર્યું હતું. હીરા બજારમાં જોરદાર ચર્ચા છે કે મુંબઈ ભારત ડાયમંડ બુર્સ માં હીરાબજાર ની એક મોટી પેઢી નાં ડાયમંડ ના અમુક પેકેટ કસ્ટમે રોકી લીધા છે. આ પેકેટોની કીંમત અંદાજે ૭ મિલિયન ડોલર છે. જયારે બીજા પેકેટની કીંમત ૧૫ મિલિયન ડોલર બતાવવામા આવી રહી છે, પરંતુ આ બન્ને હીરા નાં પેકેટોના ભાવમા બહુ જ ફરક આવી રહ્યો છે અને તે કારણોસર કસ્ટમે આ પેકેટ રોકી દીધા છે. જે પેકેટ માં કસ્ટમ ને ભાવ માં વધારે ફરક લાગી રહ્યો છે તે પેકેટ ને છોડાવવા અને કસ્ટમે જે એક લેટર બહાર પાડ્યો છે તેની વિરુદ્ધ કેટલાક હીરાના વેપારીઓ દિલ્હી સ્થિત ભારત સરકારનાં એક ડીપાર્ટમેન્ટ માં કસ્ટમ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ ત્યાં તેઓની કોઇ વાત સાભંળવામા આવી નહીં ધોયેલા મોઢે બધા પાછા આવ્યા. જણે હીરાના વેપારીઓ માટે નામોશી ભરી હાર થઈ ગઇ.

શું કહ્યું હાર્દિક હુંડિયાએ
હીરા બજારમાં હવાલાકાંડ અને સસ્તા ભાવે હીરાની રફ લાવીને મોંઘું બિલ બનાવીને આયાત કરીને ડોલરના ભાવમાં રુપિયા ચુકવનાર સામે ભારત સરકારે કડકમાં કડક પગલાં ઉઠાવવા જોઈએ આ વાત હીરા બજારનાં વિશેષજ્ઞ હાર્દિક હુંડીયાએ જણાવતા કહ્યું કે જો સરકાર ઈચ્છે છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસી ની જેમ બીજા કોઈ લોકો પણ આપણાં દેશનાં અરબો રૂપિયા લઈને ભાગે નહીં તો તે માટે સરકારે હીરાનાં ધંધા ઉપર કડક વલણ અપનાવુ પડશે.

હીરા વેપારી પાસેથી માંગવામાં આવી વિગતો
મુંબઈ કસ્ટમ નાં એક જોઇન્ટ કમિશ્શ્નરે નોટિસ બહાર પાડીને હીરા વેપારીઓ પાસેથી કેટલીક વિગતો માંગેલ છે. તેને પગલે હીરાનાં કેટલાક વેપારીઓ નારાજ છે.પરંતુ અહીં એક વાતની નોંધ લેવી જોઈએ કે આ નોટીસને પગલે મોટા ભાગનાં ખોટા કામ બંધ થઈ જાશે. મુંબઈ કસ્ટમ તરફથી જાહેર થયેલ આ નોટિસથી સાચા કામ કરનારા હીરાના વેપારીઓમાં ખુશીની લહેર છે.

mumbai national news