ઘાટકોપરના ઈન્સ્પેક્ટરે વૃદ્ધાને સલામત શિફ્ટ કર્યાં

19 July, 2020 11:52 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ઘાટકોપરના ઈન્સ્પેક્ટરે વૃદ્ધાને સલામત શિફ્ટ કર્યાં

ઘર ઉપરની ભેખડ ધસી પડી રહી હોવા છતા ઘરમાંથી નીકળી સુરક્ષિત સ્થળે જવાની ના પાડતી વયોવૃદ્ધ મહિલાને આખરે ઘાટકોપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત લાંડગેએ કોરોનાનું જોખમ હોવા છતા તેમને ઉંચકીને સુરક્ષિત સ્થળે લઇ ગયા હતા. તેમના આ સરાહનિય પગલાને પોલીસ દળે વધાવી લીધું છે અને તેમને એ માટે લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે.
ઘટના વિશે માહિતી આપતા પીઆઇ ચંદ્રકાન્ત લાંડગેએ મિડ-ડેને કહ્યું હતું કે ‘મૂળમાં આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. ઘાટકોપર વેસ્ટમાં ફિનિક્સ મોલની પાછળ ડુંગરાળ ભાગ છે અને ત્યા સંજય નગર છે. ભારે વરસાદના કારણે ત્યા કેટલીક ભેખડો સરકી પડી હતી અને જેના કારણે એ વિસ્તારના કેટલાક ઘરોમાં તિરાડ પણ પડી હતી. એથી સાવચેતી ખાતર અમે એ જગ્યાએ રહેતા લોકોનું સ્થળાંતર હાથ ઘર્યું હતું. એ ભેખડોની બરોબર નીચે ૯ જેટલા ઘર હતા. એમાંથી પાંચ ઘરના લોકો શિફ્ટ થઇ ગયા પણ ૯૦ વર્ષના માજી નાઝિયા શેખ ત્યાંથી હલવા તૈયાર નહોતા. તેમના દીકરાઓના ત્યા ચાર ઘર છે. એ શિફ્ટ થવા તૈયાર નહોતા એથી એમના ચારે પુત્રો પણ તેમના પરિવાર સાથે ત્યાંથી શિફટ થવા તૈયાર નહોતા.
આમ મડાગાંઠ સર્જઈ હતી. વળી એ લોકેએ માસ્ક નહોતા પહેર્યા અને નાઝિયા શેખને પણ અડવા પરિવારના સભ્યો તૈયાર નહોતા. એ વિસ્તાર ડુંગરાળ છે. ત્યા પગે ચાલીને માંડ જઇ શકાય છે. ત્યા એ વૃદ્ધ મહિલાને સ્ટ્રેચરમાં કે એમ્બ્યુલ્ન્સમાં કઈ રીતે શિફ્ટ કરવા એ સવાલ હતો. એથી આખરે મે ત્વરિત નિર્ણય લઇ તેમને ઉંચકી લીધા હતા. કોરોનાના સમયે તેમને આ રીતે ઉંચકી લેવા એ જોખમી હતું, પણ એ અને એમનો પરિવાર જો ત્યા રહે અને ભેખડ ધસી પડે તો હોનારત સર્જાય એથી એમને ઉપાડી લેવાનું જોખમ મે ઉપાડ્યું. તેમને ઉપાડી નીચેની તરફ રહેતા તેમના બીજા દીકરાના ઘરમાં તેમને સુરક્ષિત મુક્યા હતા. એ પછી તેમના બીજા પુત્રો એમના પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ શિફટ થયા હતા. જોકે ત્યાર બાદ ભેખડ પણ ન પડી અને દુર્ઘટના ન સર્જાઈ. પણ મને સહર્મચારીઓ અને લોકો શુભેચ્છા આપી રહ્યા છે, મે તો માત્ર મારી ફરજ બજાવી છે.’

mumbai mumbai news ghatkopar