EDએ સિદ્ધાર્થ પિઠાણીને 5 વર્ષના નાણાકીય રેકૉર્ડ રજૂ કરવા જણાવ્યું

13 August, 2020 10:35 AM IST  |  Mumbai Desk | Vishal Singh

EDએ સિદ્ધાર્થ પિઠાણીને 5 વર્ષના નાણાકીય રેકૉર્ડ રજૂ કરવા જણાવ્યું

ઈડીની ઑફિસની બહાર સુશાંત સિંહનો ભૂતપૂર્વ રૂમમેટ સિદ્ધાર્થ પિઠાણી. તસવીર : બિપિન કોકાટે

ઈડીએ સુશાંત સિંહ રાજપૂતના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા મની લૉન્ડરિંગના કેસ મામલે તેના ભૂતપૂર્વ રૂમમેટ તથા મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની બુધવાર સવાર સુધી પૂછપરછ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંસ્થાએ પિઠાણીને છેલ્લાં પાંચ વર્ષની તેની આવક અને ટૅક્સ રીટર્ન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. સાથે જ ઈડીએ પિઠાણી સુશાંતની અન્ય બે કંપનીઓ વિશે જાણતો હતો કે કેમ, એ વિશે પણ પૂછપરછ કરી હતી.
સુશાંતના પિતા કે. કે. સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા એફઆઇઆરને આધારે ઈડીએ આ કેસની શકમંદ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી હતી. રિયા સામે આવક કરતાં વધુ ખર્ચ કરવા મામલે શંકા સેવાઈ રહી છે.
ઈડીના મતે ચક્રવર્તીએ નાણાકીય વર્ષ ૨૦૧૮ તેમ જ ૨૦૧૯માં ૧૮ લાખ રૂપિયાની આવક દર્શાવી હતી. તપાસ દરમિયાન એજન્સીને માલૂમ પડ્યું હતું કે રિયા ૨૦૧૭-’૧૮માં કેટલીક કંપનીઓમાં ૩૪ લાખ રૂપિયાના મૂલ્યના શૅરહોલ્ડર ફંડ ધરાવતી હતી, જ્યારે તેની આવક આશરે ૧૮ લાખ રૂપિયા જેટલી હતી.
ઈડી એચડીએફસી બૅન્ક તથા આઇસીઆઇસીઆઇ બૅન્કમાં રિયાની ફિક્સ્ડ ડિપોઝિટ્સ પણ તપાસી રહી છે, જે પણ તેની કુલ આવક કરતાં વધુ છે. ઈડીનાં સૂત્રો અનુસાર રિયાએ દાવો કર્યો છે કે વધારાની આવક મનોરંજનના વ્યવસાય થકી થઈ હતી, પરંતુ તેણે હજી સુધી ઈડીને કોઈ સંબંધિત દસ્તાવેજ આપ્યા નથી.

bollywood sushant singh rajput vishal singh bollywood news mumbai news mumbai