લોકલમાં ભીડ ઓછી કરવા ઑફિસના સમયમાં ફેરબદલ કરશે પાલિકા

06 July, 2020 10:37 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar

લોકલમાં ભીડ ઓછી કરવા ઑફિસના સમયમાં ફેરબદલ કરશે પાલિકા

બીજી જુલાઈના રોજ સવારે ૬.૨૯ વાગ્યે પશ્ચિમ રેલવે પર એક ભીડભાડવાળી લોકલ

વિરાર અને ક્લ્યાણથી આવતી લોકલમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. મુસાફરોના મતે આવી ભીડને કારણે બહુ જ મોટું નુકસાન થાય એવી શકયતાને નકારી ન શકાય. કર્મચારીઓ પણ ભીડને કારણે ભારે નારાજ છે. આ બધાને પરિણામે પાલિકાએ આવતા સપ્તાહથી શિફ્ટના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ઉતારુઓનું કહેવું છે કે ટ્રેનોના શેડ્યુલને કારણે સવારની શિફ્ટના કામદારોને મોડું થાય છે અને સાંજની શિફ્ટના કામદારોને જલદી છોડવાની ફરજ પડે છે.
કલ્યાણ અને વિરારથી આવતી ટ્રેનો મર્યાદિત હોવા ઉપરાંત ગણતરીનાં સ્ટેશનો પર ઊભી રહેતી હોવાથી ભીડ થવી સામાન્ય છે. જોકે એનો ઉકેલ સરકાર પાસે જ છે. ઉતારુઓની ભીડને ઓછી કરવા શિફ્ટના સમયમાં બદલાવ કરવો આવશ્યક છે. આને લીધે ચોક્કસ સમયે ટ્રેનમાં વધતી ભીડનું પ્રમાણ કાબૂમાં લાવી શકાય. વિસ્તૃત ચર્ચા પછી બીએમસીએ ઑફિસના સમયમાં બદલાવ કરવા સહમત થઈ છે એમ મધ્ય રેલવેના મેનેજર જીવીએલ સત્યકુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
ઉતારુઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે સ્ટેશનો પર તો બધું જ વ્યવસ્થિત જળવાઈ રહ્યું છે પરંતુ ટ્રેનમાં જતાં જ સોશ્યલ ડિસ્ટન્સિંગ બાજુએ રહી જાય છે. ઑફિસનો સમય લગભગ એકસમાન હોવાથી તેમ જ ટ્રેનો બધાં સ્ટેશનો પર રોકાતી હોવાથી ભીડ થવી સામાન્ય છે.
પેસેન્જર અસોસિએશનનાં લતા અર્ગાડેએ જણાવ્યું હતું કે પહેલી જુલાઈથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાતાં સવારની શિફ્ટમાં કામ કરતાં લોકોનું પહોંચવું મુશ્કેલ બની રહે છે જ્યારે કે બીજી શિફ્ટના લોકોને ટ્રેનનો સમય ધ્યાનમાં રાખી વહેલા છોડવા પડે છે.
જોકે હજી પણ કોણ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે તે વિશે કોઈ સ્પષ્ટતા નથી.

rajendra aklekar mumbai mumbai news mumbai local train mumbai trains