સીઆઈએફએસના જવાનો હવે પ્લાઝમા ડોનેટ કરશે

06 July, 2020 11:23 AM IST  |  Mumbai Desk | Vishal Singh

સીઆઈએફએસના જવાનો હવે પ્લાઝમા ડોનેટ કરશે

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સીઆઈએસએફ સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે. તસવીર આશિષ રાજે

મુંબઇમાં, સીઆઈએસએફના ૯૦ જવાનોનું કોવિડ -19 પોઝિટિવનું પરીક્ષણ કરાયું, જેમાંથી ૭૮ સ્વસ્થ થયા, જ્યારે ૧૨ હજુ સારવાર હેઠળ છે. જવાન અને અધિકારીઓ મળીને મુંબઈમાં સીઆઈએસએફના લગભગ ૪૫૦૦ જવાનો છે. જેઓ એરપોર્ટ જેવા હાઇ-રિસ્ક ઝોનમાં કામ કરે છે.
સીઆઈએસએફના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “અમે એક હોસ્પિટલ સાથે પ્લાઝ્મા ડોનેટ કરવા અંગે વાતચીત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ માટે તેની સાથે જોડાણ કરીશું. અમે એરપોર્ટની સુરક્ષા માટે તહેનાત છીએ અને લોકોની સુરક્ષા કરવામાં રોકાયેલા છીએ અને હવે અમે પ્લાઝમા ડોનેટ કરીને કોવિડ-19થી સંક્રમિત લોકોને બચાવવામાં મદદ કરીશું.
સીઆઈએસએફ અનુસાર, ફરજ પરના તેના તમામ કર્મચારીઓને એન 95 માસ્ક, હેન્ડ સેનિટાઇસર્સ, ગ્લોવ્સ અને ફેસ શિલ્ડ આપવામાં આવ્યા હતા, તેમ જ તેમને પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોના પાલન વિશે શીખવવામાં આવતું હતું.
સીઆઈએસએફના ડીઆઈજી, કે એન ત્રિપાઠીએ મિડ-ડેને કહ્યું, “અમારા ઓછામાં ઓછા ૧૨ જવાન હજી પણ કોવિડ -19 સામે લડી રહ્યા છે, પરંતુ બધા સ્વસ્થ છે. અમે પ્લાઝ્મા દાન આપવાની યોજના બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ માટે હોસ્પિટલ સાથે જોડાણ કરીશું."

mumbai mumbai news coronavirus covid19