આગનું કારણ ઇલક્ટ્રૉનિક આઇટમ્સ તો ખરું જ પણ,સૅનિટાઇઝર મેઇન

24 October, 2020 07:54 AM IST  |  Mumbai | Rohit Parikh

આગનું કારણ ઇલક્ટ્રૉનિક આઇટમ્સ તો ખરું જ પણ,સૅનિટાઇઝર મેઇન

આગનું કારણ ઇલક્ટ્રૉનિક આઇટમ્સ તો ખરું જ પણ,સૅનિટાઇઝર મેઇન

મુંબઈ સેન્ટ્રલના સિટી સેન્ટરમાં ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે બીજા માળની ૬૮૯ નંબરની દુકાનમાં મોબાઇલની બૅટરીમાં બ્લાસ્ટ થયો હતો. આગ લાગ્યાના ૨૪ કલાક બાદ પણ આગ કાબૂમાં આવી નહોતી એને પરિણામે બીજા અને ત્રીજા માળની ૬૦૦થી ૭૦૦ દુકાનો આગમાં ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સિટી સેન્ટરની આગ વિકરાળ બનતાં બાજુમાં આવેલા પંચાવન માળના ઑર્કિડ એન્ક્લેવના ૩૫૦૦ જેટલા રહેવાસીઓ પહેરેલાં કપડે રોડ પર ઊતરી આવ્યા હતા. આ આગમાં ફાયરબ્રિગેડના બે જવાનો ગૂંગળામણ થવાથી તથા હાથમાં માર વાગવાથી ઈજા પામ્યા હતા. આ આગનું મુખ્ય કારણ મોબાઇલની બૅટરીઓ અને પ્લાસ્ટિક તથા લેધરની ઍક્સેસરીઝ મળીને બધી જ જ્વલનશીલ આઇટમો હતી. એની સાથે કોવિડને કારણે દરેક દુકાનોમાં રાખવામાં આવેલા સૅનિટાઇઝરે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું અને એને કારણે આગ કન્ટ્રોલમાં આવતી નહોતી.

૩ કલાક સુધી કેમ બધા આગને જોતા રહ્યા?
ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે બીજા માળની ૬૮૯ નંબરની મોબાઇલ અને ઍક્સેસરીઝની દુકાનમાં એક મોબાઇલની બૅટરી ફાટતાં આગ ફાટી નીકળી હતી. જોકે અમે દુકાનદારોએ ભેગા મળીને એ નાનીઅમસ્તી આગને બુઝાવી દીધી હતી અને ત્યાર પછી દુકાનદારે તેની દુકાન બંધ કરી દીધી હતી. થોડી વાર પછી અચાનક આગ ફરીથી લાગી હતી. દુકાનદારના કહેવા પ્રમાણે બીજી વારની આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. ફાયરબ્રિગેડ આવ્યા પછી અમે દુકાનદારો તેમની મદદ કરવા આગળ આવ્યા હતા. આગ વહેલી તકે કઈ રીતે બુઝાવી શકાય એ માટે અમે તેમને રસ્તો બતાવ્યો હતો, પરંતુ તેમને અમારી વાત સાંભળવામાં કોઈ રસ જ નહોતો. તેઓ અમારી સાથે વિવાદમાં ઊતરી આવ્યા હતા. ત્રણ કલાક સુધી તેઓ નાના પાયે ફેલાયેલી આગને જોતા રહ્યા હતા.
- જવાહર દવે, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અગ્રણી નેતા અને મુંબઈ મોબાઇલ ઍક્સેસરીઝ અસોસિએશનના કમિટી મેમ્બર

mumbai mumbai news