હેમરાજ શાહ દ્વારા સંપાદિત પુસ્તકનું બીજી ઑક્ટોબરે લોકાર્પણ

28 September, 2020 04:14 PM IST  |  Mumbai | Mumbai Correspondent

હેમરાજ શાહ દ્વારા સંપાદિત પુસ્તકનું બીજી ઑક્ટોબરે લોકાર્પણ

‘મહાત્મા ગાંધી @ ૧૫૦’

ચિત્રલેખા (સાપ્તાહિક)ના સહયોગથી બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ૩૦ વિજેતા નિબંધો પર સમાજના પ્રમુખ હેમરાજ શાહ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધી @ ૧૫૦’નું લોકાર્પણ ગાંધી જયંતીના દિવસે ૨૦૨૦ની બીજી ઑક્ટોબરે રાતે ૮.૩૦થી ૯ વાગ્યા દરમ્યાન ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર કલાકાર દિલીપ જોષીના હસ્તે કરવામાં આવશે. હેમરાજ શાહે સંપાદિત કરેલા આ પુસ્તકને ભેટરૂપે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જક અને આખી ટીમને સિરિયલના ૩૦૦૦ એપિસોડની સિદ્ધિ માટે આપવામાં આવશે. નિબંધ સ્પર્ધાના વિષય હતા ‘આજના સંજોગોમાં ગાંધીજીના વિચારો અને આદર્શો કેટલા ઉપયોગી થાય એમ છે? તેમના નામે દેશમાં જે યોજનાઓ શરૂ થઈ છે એ કેટલી અસરકારક બનશે?’ નિબંધસ્પર્ધાના નિર્ણાયક પ્રા. દીપક મહેતા હતા.

mumbai mumbai news