મોરારજી દેસાઈને આપેલું ભારત રત્નસન્માન પાછું ખેંચવાની અરજી અર્થહીન

23 August, 2019 02:18 PM IST  |  મુંબઈ

મોરારજી દેસાઈને આપેલું ભારત રત્નસન્માન પાછું ખેંચવાની અરજી અર્થહીન

મોરારજી દેસાઈને આપેલું ભારત રત્નસન્માન પાછું ખેંચવાની અરજી અર્થહીન

બૉમ્બે હાઈ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈને આપવામાં આવેલો ભારત રત્ન અવૉર્ડ પરત લઈ લેવાની માગણી કરતી ‘અર્થહીન’ પિટિશન દાખલ કરવા બદલ એક વકીલને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ચીફ જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ઍડ્વો જનાર્દન જયસ્વાલની પિ‌ટિશનને ફગાવી દીધી હતી.
જયસ્વાલે મોરારજી દેસાઈને આપવામાં આવેલો ભારત રત્ન પરત લઈ લેવાનો સરકારને આદેશ આપવામાં આવે એવી માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈને ૧૯૯૧માં દેશના સર્વોચ્ચ નાગરિક અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
જજે જયસ્વાલને ૫૦,૦૦૦ રૂપિયા હાઈ કોર્ટની લિગલ એઇડ સર્વિસિસ સેલના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
અદાલતે જણાવ્યું હતું કે આ તદ્દન અર્થહીન પિટિશન છે. અમે આ વિશે કશી ટિપ્પણી કરવા માગતા નથી. બારના સભ્યો પાસેથી આ પ્રકારની પિટિશનની અપેક્ષા નથી.

national news