ચેમ્બુરમાં બ્રિજ પરથી ઍમ્બ્યુલન્સ નીચે પડી

28 August, 2020 10:19 AM IST  |  Mumbai | Mumbai correspondent

ચેમ્બુરમાં બ્રિજ પરથી ઍમ્બ્યુલન્સ નીચે પડી

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરમાં ટિળકનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ચેમ્બુર ફાટકથી આગળ ટિળકનગર પોલીસ-સ્ટેશન તરફ જતા રસ્તા પરના નાના બ્રિજ પરથી ગઈ કાલે રાતે ૮ વાગ્યે જઈ રહેલી એક ઍમ્બ્યુલન્સ નીચે પટકાઈ હતી. ઍમ્બ્યુલન્સ નીચે રસ્તા પર ન પડતાં એક દુકાન પર પડી હતી. એવું કહેવાય છે કે એ દુકાન એક મદ્રાસી વ્યક્તિની હતી અને તે ભાગ્યે જ દુકાન ખોલતો હતો. ઘટનાની જાણ થતાં ટિળકનગર પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને એ ટ્રાફિકને ડાઇવર્ટ કર્યો હતો. જોકે એ ઘટનામાં કોઈ જખમી થયું છે કે નહીં એ જાણી શકાયું નહોતું.

mumbai mumbai news chembur