આમ આદમી પાર્ટીના કાર્યકરે કંગનાને કાનૂની નોટિસ ફટકારી

18 November, 2021 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ આદમી પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો છે અને અભિનેત્રીને અપાયેલો પદ્મશ્રી પુરસ્કાર પાછો ખેંચવાની કેન્દ્ર સરકારને અરજી કરવાની વિનંતી કરી છે.’ 

કંગના રણોત ફાઇલ તસવીર

મુંબઈ : (પી.ટી.આઇ.) આમ આદમી પાર્ટી (આપ)ના મુંબઈ એકમના એક કાર્યકર્તાએ ભારતને મળેલી આઝાદીને ‘ભીખ’ ગણાવવા બદલ અભિનેત્રી કંગના રાણાવતને કાનૂની નોટિસ ફટકારી છે. આપના મુંબઈ એકમના સંયુક્ત સચિવ અને આઝાદીના લડવૈયાના પુત્ર કાશીનાથ કાલમંદર્ગાએ બુધવારે કંગનાને નોટિસ મોકલી હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘અભિનેત્રીએ કરેલું આ નિંદનીય નિવેદન ભારતની આઝાદીની ચળવળ અને એમાં ભાગ લેનારા આદરપાત્ર નેતાઓનું અપમાન કરનારું છે. આમ આદમી પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો છે અને અભિનેત્રીને અપાયેલો પદ્મશ્રી પુરસ્કાર પાછો ખેંચવાની કેન્દ્ર સરકારને અરજી કરવાની વિનંતી કરી છે.’ 

કંગનાએ ૨૦૧૪માં મોદી સરકાર સત્તા પર આવી ત્યાર પછી જ દેશને ‘ખરી આઝાદી’ મળી અને ૧૯૪૭માં ‘ભીખ’માં આઝાદી મળી હોવાનું ગયા સપ્તાહે નિવેદન કરતાં ભારે વિવાદ છેડાયો હતો. એને પગલે આપનાં નેતા પ્રીતિ શર્મા મેનને ‘દેશદ્રોહી અને ભડકાઉ નિવેદનો’ કરવા બદલ કંગના સામે પગલાં ભરાવની મુંબઈ પોલીસને અપીલ કરતી અરજી સુપરત કરી હતી.

Mumbai mumbai news aam aadmi party kangana ranaut