✕

૧૦૧ નંબર ન લાગતો હોય તો બીજા પાંચ નંબર આવી ગયા છે

26 October, 2026 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦૧ હેલ્પલાઇનમાં ટેક્નિકલ ખામીઓ આવતી રહે છે એટલે મુંબઈ ફાયરબ્રિગેડે પાંચ બૅકઅપ મોબાઇલ-નંબર જાહેર કર્યા

પ્રતીકાત્મક તસવીર

મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) દ્વારા સંચાલિત ૧૦૧ નંબરની ઇમર્જન્સી હેલ્પલાઇનમાં વારંવાર સર્જાતી ટેક્નિકલ ખામીઓને પગલે મુંબઈ ફાયરબ્રિગેડે પાંચ વૈકલ્પિક મોબાઇલ-નંબરો શરૂ કર્યા છે.

નાગરિકો હવે આગ, બિલ્ડિંગ ધરાશાયી થવી, માર્ગ-અકસ્માત, વૃક્ષ પડી જવું, ડૂબી જવાની ઘટનાઓ તેમ જ અન્ય કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં મદદ મેળવવા માટે ૯૦૭૬૩૩૩૧૦૧, ૯૦૭૬૩૩૩૧૦૨, ૯૦૭૬૩૩૩૧૦૩, ૯૦૭૬૩૩૩૧૦૪ અથવા ૯૦૭૬૩૩૩૧૦૫ નંબર પર કૉલ કરી શકે છે.

ફાયરબ્રિગેડના મુખ્ય કન્ટ્રોલ-રૂમમાં વાર્ષિક ૧૫,૦૦૦થી વધુ ઇમર્જન્સી કૉલ્સ આવે છે. BMCએ જણાવ્યું હતું કે અગાઉ કન્ટ્રોલ-રૂમ પાસે ૧૦૧ હેલ્પલાઇન સિવાય અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહોતી. આ નંબરનો ઉપયોગ ટેલિફોન-સંબંધિત અન્ય કામગીરી માટે પણ થતો હોવાથી કોઈ મોટી દુર્ઘટના સમયે લાઇન સતત વ્યસ્ત રહેતાં સેવા પ્રભાવિત થતી હતી જે સમસ્યા હવે આ વૈકલ્પિક નંબરોથી દૂર થશે.

mumbai news mumbai mumbai fire brigade mumbai police