થાણાના અગ્રણી ડેવલપર - પુરાણિકે લૉન્ચ કર્યો થાણે અનલૉક 4.0

27 October, 2020 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

થાણાના અગ્રણી ડેવલપર - પુરાણિકે લૉન્ચ કર્યો થાણે અનલૉક 4.0

મહિના પહેલાં થાણાના અગ્રણી ડેવલપર્સ - પુરાણિકે એક અનોખું અને વિક્ષેપક કહી શકાય તેવું અસાધારણ કેમ્પેઇન ઘર ખરીદનારાો માટે લૉન્ચ કર્યું છે. આ કેમ્પેઇનની જાહેરાતથી, થાણા અનલોક 4.0-ને કારણે જાણે નિરાશાના સંકંજામાંથી આશાને છોડાવી લેવાઇ અને હકારાત્મકતા- જે એક માત્ર સાચી લાગણી છે તેનાથી ભરપૂર ભાવનાથી ઘરોનું વેચાણ થયું.

રોગચાળાને કારણે માણસોની જિંદગી પર ભારે અસર થઇ છે અને પરિણામો આકરા છે. લાઇફ સ્ટાઇલને લગતાં, નાની ધામધૂમ કે મોટાં મસ નિર્ણયયો પણ ટાળવા પડ્યાં છે અને આ કારણે અર્થતંત્ર વધુ માઠી અસર પડી છે. રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ આ આગની ઝાળને લીધે નુકસાન થયું છે. પુરાણિક ડેવલપર્સનાં આ અભિયાનને કારણે પુરાણિક્સ અને આખા ઉદ્યોગમાં જાણે આશા, ઉત્સાહ અને વેચાણની હલચલ નોંધાઇ જે ખરેખર હકારાત્મક છે કારણકે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનેક પ્રોજેક્ટ્સને રોગચાળાને કારણે અટકી પડ્યા છે ત્યારે આ એક બહુ સારી બાબત સાબિત થઇ છે.

થાણે અનલોક 4.0માં ગ્રૂપનાં ચાર અનોખા પ્રોજેક્ટ્સની વિશેષ વેલ્યુ પ્રેપોઝિશન્સ મુકાઇ છે. થાણામાં ઘર લેવાની શક્યતાઓ વિચારનારાઓ માટે ગ્રૂપે પરફેક્ટ વિકલ્પો આપ્યાં છે અને કંપનીને અત્યાર સુધી  વિશ્વાસ છે કે તેમને મહત્તમ વૉક ઇન્સ મળશે. તેમને તહેવારો દરમિયાન રેકોર્ડ બ્રેક વેચાણની આશા છે.

પુરાણિક બિલ્ડર્સના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ પુરાણિકે કહ્યું કે, "અમે અનલૉક 4.0 પ્રોજેક્ટની સફળતાથી ખૂબ ખુશ છીએ જે રોગચાળા દરમિયાન ખુબ વિચારીને માર્કેટમાં હકારાત્મકતા ફેલાવવા જ લૉન્ચ કરાયો હતો. અમારા માર્કેટિંગ એજન્સી પાર્ટનર અલ્કેમિસ્ટે આ કેમ્પેઇનની પરિકલ્પના કરી હતી ત્યારે થાણામાં હજી ઘણું ખરું લૉકડાઉન યથાવત્ હતું.લોકો પહેલા ત્રણ અનલૉક પછી ખુબ ઉત્સુક હતા. અમે પણ ગ્રાહકોને એવી કોઇ બાબત આપવા માગતા હતા જેની સાથે તેઓ કનેક્ટ થઇ શકે અને આ સમય દરમિયાન તેની પ્રાસંગિકતા હોય અને બીજો કોઇ પણ વિકલ્પ આટલો યોગ્ય ન લાગ્યો. અનલૉક 4.0 શબ્દ પણ નકારાત્મક વાતાવરણમાં જાણે કોઇ દવાનું કામ કરનારો સાબિત થયો અને લોકોને પોતાનાં ઘર ખરીદવાની પ્રેરણા આપનારો બની રહ્યો. સ્ટેમ્પ ડ્યુટી ચાર્જર્સને માફ કરવાના વિચારને પગલે અને ગ્રાહકોમાં ડિસ્ટ્રેસને લીધે પણ કેમ્પેઇને ગ્રાહકોને સારામાં સારી ઑફર આપવાનું નક્કી કર્યું હતું."

"Covid-19ની સ્થિતિએ ફરી એકવાર સલામતી તરફ આંગળી ચિંધી છે અને સુરક્ષિત ઘર અને એક નક્કર રોકાણની બૅકઅપ તરીકેની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમારું કેમ્પેઇન ગ્રાહકોની લાગણી સમજનારું રહ્યું તથા સાચા અર્થમાં તેણે લોકોને રિલેક્સેશન આપ્યું અને એવું ડિસ્કાઉન્ટ આપ્યું જે જરૂરી હતું અને તેણે લોકોના પ્રશ્નનો ઉકેલ પુરો પાડ્યો. બાકી તો જે થયું તે તેની સફળતાનો ઇતિહાસ તો સૌ જાણે છે. મને લાગે છે કે અમે આ રીતે ઇતિહાસની રચનાનો વિસ્તાર કરીશું." તેમ તેમણે ઉમેર્યું. 

આ પ્રોજેક્ટ થાણાની મધ્યે છે અને તેમાં પુરાણિક્સ ટોક્યો બૅય, રુમાહ બાલી, સિટી રિઝર્વા અને ગ્રાન્ડ સેન્ટ્રલનો સમાવેશ થાય છે અને એમએમઆર તથા શહેરના બીજા વિસ્તારો સાથે આ તમામ પ્રોજેક્ટ સરળ કનેક્ટિવિટી ધરાવે છે. પુરાણિક બ્રાન્ડ્ઝનું પીઠબળ ધરાવતા આ પ્રોજેક્ટ લોકોને પસંદ આવી રહ્યા છે. પુરાણિક્સ સિટી રિઝર્વા અને પુરાણિક્સ ગ્રાન્ડ સેન્ટ્રલે તાજેતરમાં બે નવા ટાવર પણ લૉન્ચ કર્યા જે પણ આ આઇકોનિક સ્કિમ 'થાણે અનલૉક 4.0'ની અંતર્ગત જ બનાવ્યા છે.

URL - thaneunlock.com

CTA - 022 50647730

mumbai news thane life and style