20 August, 2025 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે થાણે ઉપવન તળાવનું પાણી રસ્તા પર આવી ગયું હતું.
છેલ્લા ૪ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થાણેમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું ઉપવન તળાવ છલકાઈ ગયું હતું. થાણે વિસ્તારમાં ૪ દિવસમાં ૪૦૦ મિલીમીટરથી વધારે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે ત્યારે થાણેમાં ઘણાં તળાવોમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું હતું. યેઉર વિસ્તાર નજીક આવેલું મનોહર ઉપવન તળાવ ગઈ કાલે સવારે છલકાઈ ગયું હતું જેને કારણે રસ્તા પર પાણી આવી જતાં પોલીસે એની નજીકનો વિસ્તાર વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો. આ ઉપરાંત થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના વહીવટી તંત્રે લોકોને તળાવ નજીક જવાની મનાઈ ફરમાવી છે