થાણે પાસે ટ્રેનમાંથી ધુમાડા નીકળતાં મુસાફરોની ભાગદોડ

29 December, 2014 05:57 AM IST  | 

થાણે પાસે ટ્રેનમાંથી ધુમાડા નીકળતાં મુસાફરોની ભાગદોડ


CST તરફ જતી ગાડી થાણે સ્ટેશનથી આગળ નીકળ્યા પછી પૅન્ટોગ્રાફ પછીના ડબ્બાની પાસેથી કંઈક ફૂટવાનો અવાજ આવ્યો હતો. આ ટ્રેન મુલુંડ સ્ટેશને પહોંચ્યા પછી ફરી મોટો ધડાકો થયો અને પૅન્ટોગ્રાફમાંથી ધુમાડો નીકળવા માંડ્યો. એથી પ્રવાસીઓ ખૂબ ગભરાયા હતા અને આખી ટ્રેન મુલુંડ સ્ટેશને ખાલી કરાવાઈ હતી.

આ બધી ધાંધલ ચાલતી હતી ત્યારે રેલવે તંત્ર તરફથી કોઈ સત્તાવાર અનાઉન્સમેન્ટ કરવામાં આવી નહોતી. આ ટ્રેનમાં ટેક્નિકલ ખામીને કારણે આ પ્રૉબ્લેમ થયો હતો, પરંતુ મુસાફરોને જાણ કરવામાં આવી નહીં હોવાથી લોકો ખૂબ ધૂંધવાટ અને અસંતોષ વ્યક્ત કરતા હતા.