થાણે-પનવેલ હાર્બર લાઇનમાં બે વધારાનાં સ્ટેશનને મંજૂરી

22 October, 2012 05:05 AM IST  | 

થાણે-પનવેલ હાર્બર લાઇનમાં બે વધારાનાં સ્ટેશનને મંજૂરી

રેલવેના જનરલ મૅનેજર સુબોધકુમાર જૈન અને ડિવિઝનલ રીજનલ મૅનેજરની ગુરુવારે મળેલી એક બેઠકમાં થાણે હાર્બર લાઇન પર નવાં બે સ્ટેશનો બનાવવા સહિત અન્ય બીજી રજૂઆતો કરવામાં આવી હતી. એ મીટિંગમાં કોપરખૈરણે અને તુર્ભે‍ વચ્ચે બોનકોડે સ્ટેશન બનાવવામાં આવે, જ્યારે ઐરોલી નજીક દીઘા સ્ટેશન બનાવવામાં આવે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. એ સિવાય આવતા ત્રણ મહિનામાં આ હાર્બર લાઇનનાં બધાં જ સ્ટેશનો પરનાં પ્લૅટફૉર્મની ઊંચાઈ વધારવાનો નર્ણિય પણ લેવામાં આવ્યો છે. બોનકોડે સ્ટેશનને કારણે પાવણે, મ્હાપે, ઘનસોલી અને રબાળે જેવા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામ કરતા કર્મચારીઓને ઘણી જ સુગમતા રહેશે. આ ઉપરાંત નવ ડબ્બાની ટ્રેનોને હવે બાર ડબ્બાની કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. એ સિવાય તુર્ભે‍ રેલવે-સ્ટેશન પર આવેલા સબવેનો એક ભાગ વાહનો માટે ખોલવાનો પણ નર્ણિય લેવામાં આવ્યો છે.