થાણે-નવી મુંબઈનું અંતર ૪૦ મિનિટ ઓછું થશે

08 May, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઐરોલી-કાટઈ નાકા કૉરિડોરના બીજા તબક્કાનું કામ પૂરું થયું

ઐરોલી અને શિળફાટા પાસે કાટઈ નાકાને જોડતો રસ્તો.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ઐરોલી-કાટઈ નાકા કૉરિડોરના વિકાસમાં નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે, જે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં રીજનલ કનેક્ટિવિટીનો એક મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આખો કૉરિડોર બન્યા પછી થાણે-નવી મુંબઈનું અંતર ૪૦ મિનિટ ઘટશે તેમ જ મુલુંડ અને કાટઈ નાકા વચ્ચેનું અંતર લગભગ સાતથી ૮ કિલોમીટર ઓછું થશે.

હાઈ-સ્પીડ કૉરિડોર તરીકે ડિઝાઇન કરાયેલો આ પ્રોજેક્ટ ઐરોલી, મુંબ્રા અને કાટઈ નાકાને સરળતાથી જોડવા ઉપરાંત મુસાફરીનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડશે, હાલના રોડ-નેટવર્ક પર ભીડ હળવી કરશે અને નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને બદલાપુર વચ્ચે ઝડપી, વધુ સારી રીતે ટ્રાન્સપોર્ટેશન વાહનોની અવરજવર થઈ શકશે. આ કૉરિડોર ૩ વ્યૂહાત્મક તબક્કામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં બીજો તબક્કો હવે પૂરો થયો છે. પહેલા તબક્કાનું કામ પૂરું થવાને આરે છે અને ત્રીજા તબક્કાનું કામ ચાલુ છે.

mumbai news mumbai thane navi mumbai mumbai transport airoli