થાણેના મ્યુનિસિપલ કમિશનરે જ્યારે પકડી ૫૨ નંબરની બસ

27 September, 2011 07:48 PM IST  | 

થાણેના મ્યુનિસિપલ કમિશનરે જ્યારે પકડી ૫૨ નંબરની બસ

 

કાર-ફ્રી ડેમાં સામેલ થઈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું : સુધરાઈએ બચાવ્યું ૭૩,૦૧૨ રૂપિયાનું ઈંઘણ

 

આ દિવસે થાણે મહાનગરપાલિકાના બધા જ ટોચના અધિકારીઓએ કારનો ઉપયોગ કરવાને બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કર્યો હતો. થાણે સુધરાઈના કમિશનર આર. એ. રાજીવે પોતાના અધિકારીઓ સમક્ષ આદર્શ પૂરો પાડતાં પોતાની કારનો ઉપયોગ કરવાને બદલે સવારે હીરાનંદાણી એસ્ટેટથી સુધરાઈના મુખ્યાલય સુધી થાણે મ્યુનિસિપલ ટ્રાન્સર્પોટ (ટીએમટી)ની બાવન નંબરની બસમાં ટિકિટ લઈને પ્રવાસ કર્યો હતો. જ્યારે સુધરાઈના અન્ય અધિકારીઓએ સાઇકલ, મોટરસાઇકલ, રિક્ષા અને બસનો ઉપયોગ કર્યો હતો. થાણે સુધરાઈના એક દિવસના ‘કાર-ફ્રી ડે’ને કારણે અધિકારીઓ-કર્મચારીઓ માટેની થાણે સુધરાઈની ૧૨૪ કાર અને ૬૪ અધિકારીઓની અંગત કારનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાથી ૭૩,૦૧૨ રૂપિયાના ઈંધણની બચત થઈ હતી.