થાણે મેયર વર્ષા મૅરથૉન માટે બાવન લાખ રૂપિયાનો ખર્ચ

25 August, 2012 09:25 AM IST  | 

થાણે મેયર વર્ષા મૅરથૉન માટે બાવન લાખ રૂપિયાનો ખર્ચ

 

ગઈ કાલે યોજાયેલી સામાન્ય સભામાં કૉન્ગ્રેસ અને એનસીપીના વિરોધ વચ્ચે આ વિશેનો પ્રસ્તાવ સત્તાધીશ પાર્ટીએ મંજૂર કર્યો હતો. આવતી કાલની થાણે મેયર વર્ષા મૅરથૉનની સ્પર્ધા માટે ટીએમસીના કમિશનર આર. એ. રાજીવે ૩૫ લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી, પણ એમાંથી ૧૦ લાખ રૂપિયા તો ગયા વર્ષે યોજાયેલી સ્પર્ધાનાં ઇનામો આપવા પાછળ જ ખર્ચાઈ ગયા હતા એને પગલે બાકી ફક્ત ૨૫ લાખ રૂપિયા જ રહ્યા હતા. એની સામે આ વર્ષની મૅરથૉન માટે બાવન લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હતો, એટલે બાકીના ૨૭ લાખ રૂપિયાના ખર્ચ માટે મંજૂરી આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેની સામે કૉન્ગ્રેસ અને એનસીપીએ વિરોધ દર્શાવ્યો હતો. જોકે ભારે વિવાદ અને ચર્ચાવિચારણા બાદ છેવટે ગઈ કાલે યોજાયેલી સામાન્ય સભામાં વધારાની રકમ મંજૂર કરવામાં આવી હતી.

 

 

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી