06 May, 2023 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગને કારણે થાડી વાર રસ્તો બંધ કરવામાં આવ્યો હતો
થાણેના માનપાડામાં ઘોડબંદર રોડ પર ટાઇટન હૉસ્પિટલની બાજુમાં આવેલી પ્લાયવુડ શૉપ અને કેક શૉપમાં ગઈ કાલે સવારે ૯.૫૬ વાગ્યે આગ લાગી હતી. હૉસ્પિટલની બાજુમાં લાગેલી આગને કારણે તંત્ર તરત દોડતું થઈ ગયું હતું અને બે ફાયર એન્જિન, બે વૉટર ટૅન્કર, બે જમ્બો વૉટર ટૅન્કર, એક રેસ્ક્યુ વેહિકલ, બે ઍમ્બ્યુલન્સ, એક જેસીબી, એક ફોકલેન અને અન્ય રેસ્ક્યુ વાહનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. થાણે મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓઆગને કારણે થાડી વાર રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જવાનો અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સવારના સમયે ઘોડબંદર રોડ પર લાગેલી . જિનેશ જૈનની પ્લાયવુડ શૉપમાં પ્લાયવુડનો જંગી જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે એની બાજુમાં આવેલી મિલિંદ ચૌહાણની કેક શૉપ પણ આગમાં બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આગમાં કોઈ જખમી નથી થયું.