મુંબઈ: થાણેની ઐતિહાસિક રેલવે લાઇન કોંક્રિટ નીચે દટાઈ જશે

02 July, 2020 11:10 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: થાણેની ઐતિહાસિક રેલવે લાઇન કોંક્રિટ નીચે દટાઈ જશે

થાણે પૂર્વમાં મળી રેલ્વે લાઇનો જે રસ્તાના કોંક્રિટીકરણમાં ખોવાઈ શકે છે. તસવીર : સમીર માર્કન્ડે

થાણે (ઈસ્ટ)માં મળેલી અડધી સદીની જૂની રેલવે લાઇનો લુપ્ત થવાની તૈયારીમાં છે, કેમ કે સ્થાનિક ઇતિહાસકારો 1853માં તૈયાર કરવામાં આવેલી દેશની પ્રથમ રેલવેના સંરક્ષણ માટે દબાણ કરી રહ્યા છે.

રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે આ લાઇનો હવે માત્ર રેલવેની ન રહેતાં શહેરના ઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવેના સમયથી આ લાઇનો છે. મધ્ય રેલવેની લાઇનો જે થાણેની જેટી સુધી જાય છે. જોકે થાણેની પ્રથમ ટ્રેન અથવા પ્રથમ લાઇન સાથે એનો કોઈ સંબંધ નથી.

rajendra aklekar mumbai mumbai news central railway thane