ટ્રેન-અકસ્માતમાં જીવ ગુમાવનારો GRP કૉન્સ્ટેબલ દીકરાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા નાઇટ-ડ્યુટી કરીને ઘરે જઈ રહ્યો

10 June, 2025 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાપ્ત માહિતી અનુસાર વિકી થાણે GRPમાં કાર્યરત હતો. તેનું મૂળ ઘર જાલનામાં છે. તે હાલમાં  પરિવાર સાથે કલ્યાણમાં રહેતો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલો વિકી મુખ્યદલ.

મુંબ્રા નજીક ગઈ કાલે સવારે લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામેલા ચાર મુસાફરોમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)નો ૩૪ વર્ષનો કૉન્સ્ટેબલ વિકી બાબાસાહેબ મુખ્યદલ પણ હતો. કલ્યાણમાં રહેતા થાણે GRPમાં કાર્યરત વિકીના પુત્રનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેણે રવિવારે નાઇટ-ડ્યુટી કરી હતી. ગઈ કાલે સવારે ડ્યુટી પૂરી થતાં તે પાછો ઘરે જઈ રહ્યો હતો એમ GRPના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વિકી થાણે GRPમાં કાર્યરત હતો. તેનું મૂળ ઘર જાલનામાં છે. તે હાલમાં  પરિવાર સાથે કલ્યાણમાં રહેતો હતો. ગઈ કાલે સવારે નાઇટ-ડ્યુટી પૂરી કરીને ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે ભારે ભીડને કારણે તે લોકલ ટ્રેનના દરવાજા પર ઊભો હતો. મુંબ્રા રેલવે-સ્ટેશન વચ્ચે થયેલા લોકલ-અકસ્માત દરમ્યાન તે નીચે પડી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિકીનું સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયું હતું. વિકીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના સંબંધીઓ હૉસ્પિટલમાં આવી પહોંચ્યા હતા.

થાણે GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે ખૂબ જ હોશિયાર પોલીસમૅન હતો. એમાં ગુના શોધવાની સારી કુશળતા હતી. વિકી કલ્યાણની GRP ચોકીમાં કાર્યરત હતો. થોડા વખત પહેલાં જ તેની થાણે GRPમાં બદલી કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર એવું સમજાયું હતું કે તેના પુત્રનો બર્થ-ડે હોવાથી તેણે નાઇટ-ડ્યુટી કરી હતી.’

mumbra mumbai police central railway mumbai railways indian railways train accident mumbai news mumbai news