પત્નીને ગિફ્ટ આપવા સ્નૅપડીલથી ખરીદેલી બ્રૅન્ડેડ રિસ્ટવૉચ નકલી નીકળી

31 August, 2019 09:41 AM IST  |  મુંબઈ | ફૈઝાન ખાન

પત્નીને ગિફ્ટ આપવા સ્નૅપડીલથી ખરીદેલી બ્રૅન્ડેડ રિસ્ટવૉચ નકલી નીકળી

ધડિયાળ નીકળી નકલી

થાણેના ૪૨ વર્ષીય રહેવાસી જી. અરોરાએ સ્નૅપડીલમાંથી ઑનલાઇન ખરીદેલાં બે ટાઇટન રાગા કાંડા ઘડિયાળ બનાવટી નીકળતાં કંપનીને ઈ-મેઇલ મોકલ્યો હતો. ઇ-મેઇલના જવાબરૂપે કંપનીએ એના એક્ઝિયુટિવને અરોરાના ઘરે મોકલીને ઘડિયાળોની ચૂકવાયેલી કિંમતનું રોકડ રિફન્ડ આપવાની ઑફર કરી હતી. અરોરાએ તપાસ કરતાં ટાઇટન કંપનીએ સ્નૅપડીલ વિરુદ્ધ મુંબઈ વડી અદાલતમાં બે કેસ ફાઇલ કર્યા હોવાનું એમને જણાવ્યું હતું. 

અરોરાએ જણાવ્યું હતું કે ‘૩૦ ઑગસ્ટે મારી પત્નીને એના જન્મદિવસે ભેટ આપવા માટે ૧૯ અને ૨૦ ઑગસ્ટે સ્નૅપડીલમાંથી બે કાંડા ઘડિયાળ ખરીદ્યાં હતાં. એ બન્ને ઘડિયાળોની ડિલિવરી ૨૩ અને ૨૪ ઑગસ્ટે મળી હતી. એમાંથી એક ઘડિયાળની કિંમત ૧૯૯૯ રૂપિયા અને બીજા ઘડિયાળની કિંમત ૧૬૯૫ રૂપિયા હતી. એ ઘડિયાળો મારી પત્નીને આપ્યા પછી એના ધાતુના પટ્ટા ઢીલા હોવાથી ફિક્સ કરવા માટે એ બોરીવલીમાં ટાઇટનના શો રૂમમાં ગઈ હતી. શો રૂમમાં એ જ રંગ અને ડિઝાઇનના કાંડા ઘડિયાળની કિંમત ૬૭૯૫ રૂપિયા લખી હતી. એ કાંડા ઘડિયાળની અન્ય વેબસાઇટ્સ પરની કિંમત પણ ૬૭૯૫ રૂપિયા હતી. મેં ઈ-મેઇલ દ્વારા સ્નૅપડીલ અને ટાઇટન બન્ને કંપનીઓને એ બાબતની ફરિયાદ કરી હતી. સ્નૅપડીલે એનો જવાબ આપવાને બદલે એના એક્ઝિક્યુટિવને મારા ઘરે મોકલ્યો હતો. એણે કહ્યું કે એ બન્ને ઘડિયાળો પાછા લઈ જશે અને ચૂકવાયેલી કિંમતની રકમ પાછી આપશે. મેં એ ઑફર નકારી હતી. થોડા વખત પછી મને ટાઇટન કંપનીના રિટેલ હેડનો ઈ-મેઇલ મળ્યો. એમાં જણાવ્યું કે કંપનીએ જુદી જુદી અદાલતોમાં સ્નૅપડીલની સામે કેસ ફાઇલ કર્યા છે અને મારી સાથે કરવામાં આવેલી છેતરપિંડી સંબંધી કાનૂની લડતમાં સહાય કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

એ બાબતની ફરિયાદ કરી હતી. સ્નૅપડીલે એનો જવાબ આપવાને બદલે એના એક્ઝિક્યુટિવને મારા ઘરે મોકલ્યો હતો. એણે કહ્યું કે એ બન્ને ઘડિયાળો પાછા લઈ જશે અને ચૂકવાયેલી કિંમતની રકમ પાછી આપશે. મેં એ ઑફર નકારી હતી. થોડા વખત પછી મને ટાઇટન કંપનીના રિટેલ હેડનો ઈ-મેઇલ મળ્યો. એમાં જણાવ્યું કે કંપનીએ જુદી જુદી અદાલતોમાં સ્નૅપડીલની સામે કેસ ફાઇલ કર્યા છે અને મારી સાથે કરવામાં આવેલી છેતરપિંડી સંબંધી કાનૂની લડતમાં સહાય કરવાની તૈયારી પણ દર્શાવી હતી.’

mumbai news Crime News snapdeal