08 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસે ડોમ્બિવલીમાંથી બનાવટી ઇન્ડિયન મેડ ફૉરેન લિકર (IMFL)ની કુલ ૧૮,૨૯૦ બૉટલ જપ્ત કરી હતી જેની કિંમત ૪૫ લાખ રૂપિયા જેટલી છે. આ કેસમાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરી છે. થાણેના નાયબ પોલીસ-કમિશનર અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે તેમને બાતમી મળી હતી કે હલકી કક્ષાનો IMFL ગોવાથી થાણે લવાઈ રહ્યો છે. એને પગલે ગોવંડી અને ભિવંડીમાં બુધવારે રાતથી શરૂ થયેલા ઑપરેશનમાં સુદામવાડી વિસ્તારમાં એક ઘરમાંથી બનાવટી દારૂનો જથ્થો પકડાયો હતો. ત્યાં બે માણસો ફેમસ બ્રૅન્ડનાં નકલી સ્ટિકર બૉટલો પર ચોંટાડી રહ્યા હતા.