થાણે : 2.1 લાખના મંગળસૂત્ર સાથેની બૅગ પાછી સોંપાઈ

21 November, 2020 11:28 AM IST  |  Thane | Agency

થાણે : 2.1 લાખના મંગળસૂત્ર સાથેની બૅગ પાછી સોંપાઈ

પ્રતીકાત્મક તસવીર

એક દંપતી જે રિક્ષામાં ૨.૧૦ લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર ધરાવતી બૅગ ભૂલી ગયું હતું એ રિક્ષા થાણે પોલીસે શોધી કાઢી હતી.

દંપતી શિર્ડીનો પ્રવાસ કરીને પાછું ફર્યું હતું અને ગુરુવારે સવારે થાણે સેન્ટ્રલ જેલના રહેણાક કવૉર્ટર્સ પર રિક્ષામાંથી ઊતર્યું હતું. થોડા સમય પછી તેમનું ધ્યાન ગયું હતું કે સોનાના મંગળસૂત્ર સાથેની બૅગ રિક્ષામાં જ રહી ગઈ હતી, એમ થાણે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આર. એમ. સોમવંશીએ જણાવ્યું હતું.

દંપતીએ રિક્ષાનો નંબર નોંધ્યો નહોતો, પણ રિક્ષા જૂની બનાવટની હતી અને એમાં કોઈ કપડું લટકતું નહોતું એટલું તેમને યાદ હતું. આ કડી મેળવીને અમારી ડિટેક્શન ટીમે આરટીઓની મદદથી માજીવાડા વિસ્તારમાંથી આ રિક્ષા શોધી કાઢી હતી, તેમ તેમણે જણાવ્યું હતું. રિક્ષા-ડ્રાઇવરના ઘરેથી બૅગ મળી હતી અને સબ-ઇન્સ્પેક્ટર સચિનની આગેવાની હેઠળની ટીમ દ્વારા એ બૅગ દંપતીને સુપરત કરવામાં આવી હતી. ડ્રાઇવરે ગુમ થયેલી બૅગ વિશે પોલીસને તાત્કાલિક જાણ ન કરી એની પાછળ તેનો કોઈ બદઇરાદો હતો કે નહીં એની તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

mumbai mumbai news thane thane crime Crime News mumbai crime news