થાણે : બાળકને વેચવાના કેસમાં પાંચની ધરપકડ

28 September, 2020 02:17 PM IST  |  Thane | Agency

થાણે : બાળકને વેચવાના કેસમાં પાંચની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી અઢી વર્ષના બાળકનું અપહરણ કરીને તેને નિઃસંતાન દંપતીને ૭૦,૦૦૦ રૂપિયામાં વેચવા બદલ પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.

બાળકને બચાવી લેવાયું હતું અને તાજેતરમાં જ તેને તેનાં માતા-પિતાને સોંપી દેવાયું હતું તથા આરોપીઓની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.

૧૫ સપ્ટેમ્બરે બાળક અંબરનાથ ટાઉનશિપમાં સર્કસ ગ્રાઉન્ડ વિસ્તાર પાસે તેના ઘર નજીક રમી રહ્યું હતું, ત્યારે ત્યાંથી તેને ઉઠાવી લેવાયું હતું. તેનાં માતા-પિતાએ આખા વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકનો પતો લાગ્યો ન હતો, પછીથી તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હોવાનું સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ધુમલે જણાવ્યું હતું.

પોલીસે અંબરનાથ ટાઉનની રક્ષિાઓ પર ગુમ થયેલા બાળકની તસવીરો લગાવી હતી. ટૂંક સમયમાં જ એક રક્ષિા-ડ્રાઇવર પાસેથી બાતમી મળી હતી કે તે બાળક જિલ્લાની ઉલ્હાસનગર ટાઉનશિપના ભારત નગર વિસ્તારમાં જોવા મળ્યું હતું, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

આ અપહરણ કરાયેલું જ બાળક હોવાનું જણાતાં દંપતીએ બાળકને પોલીસને સોંપી દીધું હતું. ત્યાર પછી 19 સપ્ટેમ્બરે બાળકને તેનાં માતા-પિતાને સોંપી દેવાયું હતું.

તપાસ દરમિયાન દંપતીએ પોલીસને જણાવ્યું હતું કે જૈનતબી ફકીર મોહમ્મદ ખાન નામની મહિલાએ આ બાળક ૭૦,૦૦૦ રૂપિયામાં તેમને વેચ્યું હતું.

mumbai mumbai news thane thane crime Crime News mumbai crime news