25 June, 2025 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે ડિસ્ટ્રિક્ટ જુવેનાઇલ કોર્ટે સગીરાનું જાતીય શોષણ કરવાની સજારૂપે દિવામાં રહેતા ૨૪ વર્ષના અભિષેક જાયસવાલને સજારૂપે ૨૦ વર્ષ માટે સખત કારાવાસ અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યા છે. કેસનો ચુકાદો આપતાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ (POCSO)ના સ્પેશ્યલ જજ ડી. એસ. દેશમુખે નોંધ્યું હતું કે અપરાધીએ જે રીતે જાતીય શોષણ કર્યું હતું એ તેની માનસિકતા છતી કરે છે. ૨૦૨૨ નવેમ્બરમાં દિવામાં પીડિતાના ઘરે પાણીનું ટૅન્કર મગાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં હાજર સગીરાને તેની બહેનની કેકની દુકાને પહોંચાડવાનું કહીને અપરાધીએ તેને પોતાની સાથે આવવા કહ્યું હતું. પછી રસ્તામાં એક બિલ્ડિંગની પાછળ ખુલ્લી જગ્યામાં લઈ જઈને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ અપરાધી અને તેની સાથે રહેલો એક સગીર ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ચુકાદા બાદ બચાવપક્ષે અપરાધી તેના પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવાની દલીલ કરીને તેની સજા ઓછી કરવા માટે કોર્ટને આજીજી કરી હતી, પરંતુ કોર્ટે એ અરજી અમાન્ય રાખી હતી.