મુંબઈ અને ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાન ઘટશે

24 January, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ અને ઉત્તર મહારાષ્ટ્રમાં તાપમાન ઘટશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ અને થાણે ઉપરાંત ઉત્તર મહારાષ્ટ્રમાં સોમવારથી ઉષ્ણતામાન ઘટવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. શનિવારે સવારે સાંતાક્રુઝ ખાતે ઉપનગરોનું લઘુતમ તાપમાન ૧૮. ૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વેધશાળાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આગામી ૨૫ જાન્યુઆરીથી મુંબઈ, થાણે અને આસપાસનાં શહેરો-જિલ્લામાં ઉષ્ણતામાનમાં સતત ઘટાડો થશે અને ઉત્તર મહારાષ્ટ્રમાં નાશિક સહિતનાં ક્ષેત્રોમાં ઉષ્ણતામાન ઘટીને ૧૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચવાની શક્યતા છે. આવતા સોમવારે શરૂ થતો ઠંડા હવામાનનો સિલસિલો કેટલાંક અઠવાડિયાં સુધી ચાલતો રહેવાની સંભાવના વેધશાળાના પ્રવક્તાએ દર્શાવી હતી.

mumbai mumbai news