મુંબઈમાં એક જ દિવસમાં વધ્યું પાંચ ડિગ્રી તાપમાન

22 February, 2021 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં એક જ દિવસમાં વધ્યું પાંચ ડિગ્રી તાપમાન

પ્રતીકાત્મક તસવીર

સાધારણપણે મુંબઈમાં આ સીઝનમાં ૩૦ ડિગ્રીની આસપાસ વાતાવરણ રહેતું હોય છે. એટલું જ નહીં, હજી શનિવાર સુધી મુંબઈનું તાપમાન ૩૧ ડિગ્રી હતું. જોકે ગઈ કાલે રવિવારે એમાં અચાનક પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને બપોરે ૩.૧૦ વાગ્યે તાપમાન ૩૬.૩ ડિગ્રી નોંધાયું હતું. આવું હજી બે-ચાર દિવસ રહેશે અને ત્યાર બાદ પારો નીચે આવશે, નૉર્મલ થશે અને ત્યાર બાદ ધીમે-ધીમે તાપમાન વધશે એમ વેધશાળાનું કહેવું છે.

આ વિશે વધુ માહિતી આપતાં રીજનલ મિટિયોરોલૉજિકલ સેન્ટર, મુંબઈનાં ડિરેક્ટર શુભાંગી ભુતેએ કહ્યું હતું કે ‘પૂર્વ તરફના જે ભેજવાળા પવનો વાય છે એ પવનો જમીન તરફથી આવી રહ્યા હોવાથી એમાં ગરમી વધારે હોય છે, જ્યારે મુંબઈમાં પશ્ચિમ તરફથી અરબી સમુદ્ર પરથી આવતા પવનોમાં ઠંડક હોય છે. હાલ પૂર્વ તરફના પવનો મોટા પ્રમાણમાં આવતાં એ પવનો પશ્ચિમમાંથી આવતા પવનોને રોકી દે છે જેના કારણે મુંબઈના તાપમાનમાં અચાનક વધારો જોવા મળ્યો હતો.’

mumbai mumbai news mumbai weather