છોકરીઓની છેડતીની શંકા જતાં કિશોરોની નગ્ન કરીને મારઝૂડ: વિડિયો વાઇરલ

21 February, 2021 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છોકરીઓની છેડતીની શંકા જતાં કિશોરોની નગ્ન કરીને મારઝૂડ: વિડિયો વાઇરલ

પ્રતીકાત્મક તસવીર

અંબરનાથ (વેસ્ટ)ના ચિંચપાડા ખદાન વિસ્તારમાં સગીર વયના બે કિશોરો નજીક રહેતી છોકરીઓની છેડતી કરતા હોવાની શંકા જતાં બાબુ ગુંડે નામની સ્થાનિક વ્યક્તિએ તેમની મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, તેમને નગ્ન કરીને એ વિસ્તારમાં તેમની પરેડ પણ કાઢી હતી. અંબરનાથ પોલીસે આ સંદર્ભે બાબુ ગુંડે અને તેના સાગરીતની ધરપકડ કરી છે. બાબુ ગુંડેએ બન્ને કિશોરોની મારઝૂડ કરી તેમને નગ્ન કરીને ગામમાં ફેરવ્યા હતા. એ વખતે બાબુના મિત્રે મોબાઇલમાં વિડિયો શૂટ કરીને એને વાઇરલ કર્યો હતો. અંબરનાથ પોલીસને જાણ થતાં તેમણે બાબુ ગુંડે અને તેના  સાગરીતની ધરપકડ કરીને તેમની સામે અન્ય કલમો સહિત પોક્સો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news ambernath