મમ્મીએ ટીવી જોવા બદલ ઠપકો આપતાં કિશોરીએ કર્યો આપઘાત

16 February, 2021 12:42 PM IST  |  Nagpur

મમ્મીએ ટીવી જોવા બદલ ઠપકો આપતાં કિશોરીએ કર્યો આપઘાત

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં મમ્મીએ કલાકો સુધી ટીવી જોવા બદલ ઠપકો આપતાં ૧૫ વર્ષની એક કિશોરીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.

શુક્રવારે સાંજે ૭ વાગ્યે મમ્મીએ દીકરીને અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે આખો દિવસ ટીવી જોવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યાર પછી તરત કિશોરી તેની રૂમમાં જતી રહી હતી અને રૂમ અંદરથી બંધ કરી દીધી હતી અને દોરડા વડે છત પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news