સગીર બાળકીઓ પરના રેપ વધતા જ જાય છે

28 October, 2014 05:26 AM IST  | 

સગીર બાળકીઓ પરના રેપ વધતા જ જાય છે


સગીર વયની બાળકીઓ પર બળાત્કાર અને તેમના અપહરણની ઘટનાઓ ગયા વર્ષની સરખામણીમાં વધી હોવાનું મુંબઈ પોલીસના આંકડા દર્શાવે છે. વર્ષ ૨૦૧૩માં ૧ જાન્યુઆરીથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સગીર વયની બાળકીઓ પર બળાત્કારની ૧૭૮ ઘટનાઓ બની એમાંથી ૧૬૯ ગુના ડિટેક્ટ કરાયા. આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સગીર વયની બાળકીઓ પર બળાત્કારના ૨૬૮ કેસ નોંધાયા અને એમાંથી ૨૪૮ કેસ ડિટેક્ટ કરાયા. ગયા વર્ષે એ સમયગાળામાં ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર બળાત્કારના ૧૧૦ બનાવો નોંધાયા અને એમાંથી ૧૦૧ કેસ ડિટેક્ટ કરાયા હતા. આ વર્ષે આવા ૨૦૫ કેસ નોંધાયા અને ૧૬૮ ગુના ડિટેક્ટ કરાયા હોવાનું મુંબઈ પોલીસના આંકડા દર્શાવે છે.

 એ આંકડા મુજબ ગયા વર્ષે આ સમયગાળામાં સગીર વયનાં બાળકોનાં કિડનૅપિંગના ૧૭૧ કેસ નોંધાયા અને એમાંથી ૯૫ કેસ ડિટેક્ટ કરાયા હોવાનું મુંબઈ પોલીસના આંકડા દર્શાવે છે. ગયા વર્ષે આ સમયગાળામાં ૧૮ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓનાં અપહરણના ૩૦ કેસ નોંધાયા અને એમાંથી ૨૩ કેસ ડિટેક્ટ કરાયા હતા. આ વર્ષે આવા કિડનૅપિંગના ૨૩ કેસો નોંધાયા અને ૧૧ કેસ ડિટેક્ટ કરાયા હોવાનું મુંબઈ પોલીસના આંકડા દર્શાવે છે.