કોરોનાકાળમાં ટેક્નૉલૉજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે: મોદી

09 December, 2020 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાકાળમાં ટેક્નૉલૉજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે: મોદી

ફાઈલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇન્ડિયા મોબાઇલ કૉન્ગ્રેસ (આઇએમસી) ૨૦૨૦ને સંબોધિત કરી છે. તેમણે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આઇએમસીને સંબોધિત કરી. આ દરમ્યાન તેમણે કહ્યું કે આ તમારા ઇનોવેશન અને પ્રયત્નોના કારણે જ દુનિયા મહામારી છતાં પણ ચાલતી રહી. આ તમારા પ્રયાસોના કારણે જ એક દીકરો પોતાની મા સાથે એક અલગ શહેર સાથે જોડાયેલો છે. એક છાત્રએ કક્ષામાં ન હોવા છતાં પણ શિક્ષક પાસેથી શીખ્યું.

તેમણે કહ્યું કે ભારતના વિકાસમાં ટેલિકૉમ સેક્ટરે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ભવિષ્યમાં આગળ વધવા અને લાખો ભારતીયોને સશક્ત બનાવવા માટે આપણે સમયે ૫-જીનો રોલ-આઉટ સુનિશ્ચિત કરવા માટે એકસાથે કામ કરવાની જરૂર છે. તો ચાલો, ભારતને દૂરસંચાર ઉપકરણ, વિકાસ, નવનિર્માણ અને ડિઝાઇનમાં એક વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે એકસાથે કામ કરીએ. ટેક્નિકલ ખામીના કારણે આપણે હેન્ડસેટ અને ગેઝેટ્‌સને ઘણી વાર બદલી દઈએ છે. શું ઇન્ડસ્ટ્રી સર્ક્યુલર ઇકૉનૉમીનું નિર્માણ કરવા અને ઇલેક્ટ્રૉનિક કચરાને સંભાળવાના હેતુ વિચારવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી શકે છે?

વડા પ્રધાને આગળ કહ્યું કે આ મોબાઇલ ટેક્નિકના કારણે જ આપણે લાખો ભારતીયોને અબજો ડૉલરનો લાભ અપાવવામાં સક્ષમ છીએ. આ મોબાઇલ ટેક્નિકના કારણે જ આપણે ગરીબો અને નબળા લોકોની મદદ કરવામાં ત્વરિત, મહામારી દરમ્યાન સક્ષમ હતા.

mumbai mumbai news narendra modi coronavirus covid19