06 May, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર ટેક લર્નિંગ-વીક’નું આયોજન કરવામાં આવ્યું છે
મહારાષ્ટ્રના પ્રશાસકીય અધિકારી અને કર્મચારીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ અને પ્રશિક્ષણ સંસ્કૃતિ ઊભી કરવા માટે પાંચથી નવ મે દરમ્યાન ‘Tech વારી : મહારાષ્ટ્ર ટેક લર્નિંગ-વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયમાં ગઈ કાલે આ લર્નિંગ-વીકની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તેમને રિબન કાપવા માટે રોબોએ કાતર લાવીને આપી હતી. અજિત પવાર કાતર લાવનારા રોબોને થોડી વાર જોતા જ રહ્યા હતા. બાદમાં અજિત પવારે ભાષણ કર્યું હતું ત્યારે કહ્યું હતું કે ‘કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા આવ્યો ત્યારે રોબો તરત જ કાતર લઈને હાજર થઈ ગયો. કાયમ કાતર શોધવી પડે છે, પણ આજે રોબોએ એકદમ ટાઇમસર મારી પાસે આવીને કાતર ધરી હતી. જુઓ રોબો કેટલું સરસ કામ કરે છે. તમે પણ બરાબર કામ કરો, નહીંતર તમારી બધાની જગ્યા પણ રોબો લઈ લેશે.’
ઉલ્લેખનીય છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), બ્લૉકચેઇન, સાઇબર સુરક્ષા, વર્કશૉપ અને વિચાર-મંથનની ટ્રેઇનિંગ આપવામાં આવશે. આધુનિક ટેક્નૉલૉજી અને નવા વિચારના સંગમ Tech વારીમાં હશે. Tech વારીની શરૂઆત મંત્રાલયથી કરીને બાદમાં તમામ જિલ્લામાં લાગુ કરવામાં આવશે.