સોલાપુરના ટીચરને દિલેરી : અવૉર્ડના સાત કરોડ ફાઇનલિસ્ટ સાથે શૅર કરશે

05 December, 2020 11:12 AM IST  |  Mumbai | Agencies

સોલાપુરના ટીચરને દિલેરી : અવૉર્ડના સાત કરોડ ફાઇનલિસ્ટ સાથે શૅર કરશે

સોલાપુરના ટીચરને દિલેરી : અવૉર્ડના સાત કરોડ ફાઇનલિસ્ટ સાથે શૅર કરશે

એક મિલ્યન ડૉલર - અંદાજે સાત કરોડ રૂપિયાનું ગ્લોબલ ટીચર પ્રાઇઝ, ૨૦૨૦ જીતનારા મહારાષ્ટ્રના સોલાપુરના પ્રાથમિક શાળાના શિક્ષક રણજિત સિંહ દિસલેએ જણાવ્યું હતું કે શિક્ષણનો અર્થ થાય છે - આપવું. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે તેઓ સમગ્ર વિશ્વને તેમનો વર્ગખંડ માને છે અને આથી તેમને સીમા પારના વિદ્યાર્થીઓ માટે કામ કરવું ગમશે.
સાથે જ તેમણે તેમને મળેલા ઇનામની ૨૦ ટકા રકમ ભારત, પાકિસ્તાન, પેલેસ્ટાઇન, ઇઝરાયેલ, ઇરાન, ઇરાક અને ઉત્તર કોરિયા જેવા સંઘર્ષનો સામનો કરી રહેલા દેશોના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં શાંતિ પ્રસ્થાપિત કરવાનો હેતુ ધરાવતા ‘લેટ્સ ક્રોસ ધી બોર્ડર્સ’ (ચાલો, સીમાના વાડા ઓળંગીએ) પ્રોજેક્ટ માટે ફાળવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ પણ ટ્વીટ કરીને રણજિત સિંહને અભિનંદન આપતા કહ્યું હતું કે એક સારા વિશ્વના નિર્માણમાં તમારું પણ યોગદાન છે.
સોલાપુરની પરીતેવાડી ખાતેની જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૩૨ વર્ષના દિસલેને કન્યા શિક્ષણને વેગ આપવા માટે કરેલા પ્રયાસો બદલ તથા ભારતમાં ક્વિક-રિસ્પોન્સ (ક્યુઆર) કોડેડ પાઠ્યપુસ્તક ક્રાંતિ લાવવામાં યોગદાન આપવા બદલ ગ્લોબલ ટીચર પ્રાઇઝ, ૨૦૨૦ના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
અવૉર્ડ જીત્યા બાદ તેમણે ઇનામની ૫૦ ટકા રકમ અન્ય ફાઇનલિસ્ટ્સમાં સરખા ભાગે વહેંચવાની જાહેરાત કરી હતી.

mumbai news mumbai solapur