Tardeo Fire: આગ લાગવાના બનાવમાં વધુ એક વ્યક્તિનું મોત, કૂલ મૃતકનો આંક 7

24 January, 2022 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘાયલ લોકોની સંખ્યા 23

ફાઇલ તસવીર (તસવીર : બિપિન કોકાટે)

બીએમસીના એક અધિકારીએ જણાવ્યા અનુસાર મુંબઇ નાના ચોક, તારદેવમાં જે બહુમાણળી મકાનમાં આગ લાગી હતી તેમાં વધુ એક ઇજાગ્રસ્તનું સોમવારે મોત થયું હતું. આ સાથે આ ઘટનામાં મૃત્યુઆંક સાત થઈ ગયો હતો.

BYL નાયર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 38 વર્ષીય પુરુષ દર્દીને સવારે 7 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો, એમ ડૉક્ટરો પાસેથી મળેલી માહિતી મુજબ અધિકારીએ જણાવ્યું હતું.

ભાટિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અન્ય 12 ઘાયલ લોકોમાંથી છ ગંભીર હતા અને બાકીની હાલત સ્થિર હતી, તેમણે ઉમેર્યું હતું કે, ભાયખલા વિસ્તારની મસિના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય ઘાયલ વ્યક્તિની સ્થિતિ પણ ગંભીર હતી.

અગાઉ, ગોવાલિયા ટેન્ક વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલની સામે સ્થિત ગ્રાઉન્ડ-પ્લસ-20 માળની ઇમારત સચીનમ હાઇટ્સ ખાતે શનિવારે ફાટી નીકળેલી આગમાં છ લોકોના મોત થયા હતા અને અન્ય 24 લોકો ઘાયલ થયા હતા.

વધુ એક પીડિતના મૃત્યુ સાથે, આંકડો સાત પર પહોંચી ગયો છે અને ઘાયલ લોકોની સંખ્યા 23 છે, જેમાંથી સાતને પહેલાથી જ રજા આપવામાં આવી છે જ્યારે અન્યની સારવાર વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news tardeo nair hospital