ઘોડબંદર રોડ પરથી પસાર થઈ રહેલા ગૅસના ટૅન્કરમાં આગ લાગી

05 August, 2025 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અકસ્માતને કારણે આ રોડ પર ટ્રાફિકને અસર થઈ હતી. અમુક વાહનોને વૈકલ્પિક રસ્તા પર ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં. ઘટનામાં કોઈ જાણહાનિ થઈ નહોતી.

ગૅસના ટૅન્કરમાં આગ લાગી

ભારે વાહનોની અવરજવરવાળા ઘોડબંદર રોડ પર સોમવારે બપોરે ગૅસ લઈ જતા ટૅન્કરમાં આગ લાગી હતી. ૧૯ ટન બિનજ્વલનશીલ ગણાતો આર્ગન ગૅસ લઈને નવી મુંબઈથી ગુજરાત તરફ જતું ટૅન્કર પાટલીપાડા બ્રિજ પર પહોંચ્યું ત્યારે અચાનક એમાં આગ લાગી હતી. ડ્રાઇવરે સતર્કતા બતાવી ટૅન્કરને બાજુ પર ઊભું રાખીને પોતાનો જીવ બચાવ્યો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘બપોરે ૩ વાગ્યે લાગેલી આગને ૩.૩૦ વાગ્યા સુધીમાં બુઝાવી દેવામાં આવી હતી. અકસ્માતને કારણે આ રોડ પર ટ્રાફિકને અસર થઈ હતી. અમુક વાહનોને વૈકલ્પિક રસ્તા પર ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં. ઘટનામાં કોઈ જાણહાનિ થઈ નહોતી.’

mumbai ghodbunder road fire incident mumbai fire brigade mumbai transport news mumbai news