વેકેશનમાં જતાં પહેલાં ઘરની સુરક્ષા માટે વિચારો : પાડોશી તેમ જ પોલીસને માહિતી આપો

10 November, 2012 08:04 AM IST  | 

વેકેશનમાં જતાં પહેલાં ઘરની સુરક્ષા માટે વિચારો : પાડોશી તેમ જ પોલીસને માહિતી આપો


શહેરમાં ઘરફોડ-ચોરીના કિસ્સાઓમાં થયેલા વધારાને જોતાં પોલીસે શાંત વિસ્તારોમાં પૅટ્રોલિંગ વધારી દીધું છે એટલું જ નહીં, હાઉસિંગ સોસાયટીઓને પણ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપી છે; જેમાં સિક્યૉરિટી ગાડ્ર્‍સને ડ્યુટી બરાબર બજાવવા માટે જણાવવામાં આવ્યું છે. લોકો જાગ્રત રહે એ માટે કેટલાક વિસ્તારોમાં પોલીસે હોર્ડિંગ્સ પણ મૂક્યાં છે જેમાં બહારગામ જતા લોકોને તેમની યાત્રા બાબતે પાડોશી તેમ જ પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.