મહિલાઓને અપમાનિત કરતી ઍપ્લિકેશન્સ સામે કાર્યવાહી કરો : શિવસેનાનાં સંસદસભ્ય

31 July, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાનાં પ્રધાન અશ્વિની વૈષ્ણવને લખેલા પત્રમાં શિવસેનાના રાજ્યસભાનાં સંસદસભ્ય અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આવી બેશરમીભરી હરકતો સાંખી નહીં લેવાય. 

મહિલાઓને અપમાનિત કરતી ઍપ્લિકેશન્સ સામે કાર્યવાહી કરો : શિવસેનાનાં સંસદસભ્ય

શિવસેનાએ ગઈ કાલે કેન્દ્રને મહિલાઓને અપમાનિત કરતી ઍપ્સ સામે આકરાં પગલાં લેવા જણાવ્યું હતું. કેન્દ્રના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાનાં પ્રધાન અશ્વિની વૈષ્ણવને લખેલા પત્રમાં શિવસેનાના રાજ્યસભાનાં સંસદસભ્ય અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આવી બેશરમીભરી હરકતો સાંખી નહીં લેવાય. 
તેમણે જણાવ્યું હતું કે ‘કેટલાક મહિનાઓ પહેલાં યુટ્યુબ ચૅનલે એક ચોક્કસ સમાજની મહિલાઓનું લાઇવ ઑક્શન યોજ્યું હતું, જેમાં મહિલાઓના શારીરિક દેખાવના આધારે તેમને રેટિંગ્સ આપવામાં આવ્યા હતા તેમ જ તેમના માટે તિરસ્કારભરી ટિપ્પણીઓ પણ અપલોડ કરવામાં આવી હતી. અન્ય એક ઍપ દ્વારા પણ તાજેતરમાં પત્રકાર મહિલાઓ સહિત મહિલાઓના ફોટો તેમની સંમતિ વિના તેમને અપમાનિત કરવાના આશયથી અપલોડ કરવા દેવામાં આવ્યા હતા. ઍપના આ કૃત્યને કારણે એ મહિલાઓ ભય પામી હતી. તેથી આગળ વધીને અનેક મહિલાઓએ તેમનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ ડિલીટ કરી દીધાં છે.’ 

Mumbai mumbai news shiv sena