મુંબઈ ટી2 ઍરપૉર્ટ પર સિસ્ટમ ડાઉન, કાઉન્ટર પર લાગી લાંબી લાઈન

01 December, 2022 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ટી2 ઍરપૉર્ટ પર સિસ્ટમ ડાઉન થતાં કાઉન્ટર પર લાગી મોટી કતાર, પ્રવાસીઓ ચિંતામાં વ્યાકૂળ થયા છે. 

મુંબઈ ઍરપૉર્ટ (ફાઈલ તસવીર)

મુંબઈ ઍરપૉર્ટના (Mumbai Airport) ટર્મિનલ ટૂ (Terminal 2) પર સિસ્ટમ ક્રેશ (System Crash) થવાથી પ્રવાસીઓને (Travelers) અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સિસ્ટમ ડાઉન (System Down) થવાને કારણે ઍરપૉર્ટ પર પ્રવાસીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. આ બધા પ્રવાસીઓ પોતાના ચેકઈનની રાહમાં ઊભા છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈ ઍરપૉર્ટ પર CITA સિસ્ટમ ડાઉન થઈ છે. મુંબઈ ઍરપૉર્ટ પર બધું કામ CITA દ્વારા થાય છે. આની મદદથી જ ઍરપૉર્ટનો સર્વર ચાલે છે.

સિસ્ટમ ડાઉન થવાને કારણે પ્રવાસીઓની સાથે-સાથે ઍરપૉર્ટ કર્મચારીઓની પણ મુશ્કેલીઓ વધી ગઈ છે. જણાવવાનું કે જે ટર્મિનલ પર સિસ્ટમ ડાઉન થવાની સૂચના છે તે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટના બે ટર્મિનલમાંથી એક છે.

મુંબઈ ઍરપૉર્ટ પર સિસ્ટમ ડાઉન થવાને કારણે અનેક પ્રવાસીઓએ ટ્વીટ પણ કર્યું છે. એક એવા જ પ્રવાસી છે રિત મિત્તલ મુખર્જી. જેમણે સિસ્ટમ ડાઉન થવાને લઈને એક ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે મુંબઈ ઍરપૉર્ટ @CSMIA_Official પર ચેક-ઈન  માટે પોતાના બેગ રાખવી અને તે જ સમયે બધી સિસ્ટમના ખરાબ થવાનો સમય! બધું અટકેલું છે અને આ રીતે અમે વીકએન્ડની શરૂઆત કરી રહ્યા છીએ!

આ પણ વાંચો : લાઇવ સ્ટ્રીમ દરમિયાન કોરિયન વ્લોગરની મુંબઈમાં થઈ સતામણી, બે ઝડપાયા

સિસ્ટમ ડાઉન થવાને લઈને ઍર ઈન્ડિયાએ પણ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં ઍર ઈન્ડિયાએ લખ્યું કે અમે સમજી શકીએ છીએ કે આ વિલંબ થકી પ્રવાસીઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી ટીમ આને રિપેર કરવાને લઈને કામ કરી રહી છે, ટૂંક સમયમાં જ આ સંબંધે તમારો સંપર્ક કરશું. 

Mumbai mumbai news mumbai airport