દાઉદી વહોરા સમાજના નેતા તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન કાયમ રહેશે

24 April, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૈયદના તાહેર ફખરુદ્દીને તેમની નિયુક્તિને પડકારતી જે અરજી કરી હતી એ બૉમ્બે હાઈ કોર્ટે ડિસમિસ કરી

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન

સૈયદના (દાઉદી વહોરા સમાજના નેતા) તરીકે મુફદ્દલ સૈફુદ્દીન કાયમ રહેશે એવો ચુકાદો ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે આપીને તેમના ભત્રીજા સૈયદના તાહેર ફખરુદ્દીન દ્વારા તેમની નિમણૂકનો વિરોધ કરતી અરજી રદબાતલ કરી હતી.  ૨૦૧૪માં દાખલ કરવામાં આવેલી યાચિકાને જ​સ્ટિસ ગૌતમ પટેલે ડિસમિસ કરી હતી અને જણાવ્યું હતું કે કોર્ટે આ નિર્ણય વિશ્વાસના આધારે નહીં પણ પુરાવાના આધારે લીધો છે. પિટિશનમાં સૈયદના તાહેર ફખરુદ્દીને જણાવ્યું હતું કે તેમના કાકાને સમાજના નેતા તરીકે ચાલુ રહેવા દેવા જોઈએ નહીં, કારણ કે તેમણે કપટપૂર્ણ રીતે આ પોઝિશન મેળવી હતી. ૨૦૧૪માં મુફદ્દલ સૈફુદ્દીને તેમના પિતા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના નિધન બાદ સમાજના ૫૩મા સૈયદના તરીકે હોદ્દો ગ્રહણ કર્યો હતો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનનું ૧૦૨ વર્ષની વયે નિધન થયું હતું.

mumbai news bombay high court