બોરીવલીની સોસાયટીમાં કૃત્રિમ પગવાળા આ ભાઈ બન્યા સફાઈ-અભિયાનની પ્રેરણા

07 November, 2014 05:41 AM IST  | 

બોરીવલીની સોસાયટીમાં કૃત્રિમ પગવાળા આ ભાઈ બન્યા સફાઈ-અભિયાનની પ્રેરણા



ડાબો કૃત્રિમ પગ ધરાવતા વિજયભાઈને સફાઈ કરતા જોઈને સોસાયટીના અન્ય સભ્યો અને બાળકો પણ પ્રેરિત થયાં હતાં અને સફાઈ કરવા ચાર વિન્ગના મળીને ૩૦થી વધુ લોકો તેમની સાથે જોડાયા હતા. સફાઈ માટે સળીવાળાં છ ઝાડુ, બે બામ્બુ ઝાડુ, હૅન્ડગ્લવ્ઝ અને ફેસ-માસ્ક વિજય લાખાણી દ્વારા પ્રોવાઇડ કરવામાં આવ્યાં હતાં.

વિજય લાખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ગંદકી અને કચરો પડ્યાં હતાં અને સોસાયટી લાંબા સમયથી સાફ થઈ નહોતી. એને કારણે મચ્છરોનો ત્રાસ વધી રહ્યો હતો. એમાં પણ હું ગ્રાઉન્ડ ફ્લોર પર રહું છું એટલે વધુ સમસ્યા થતી હોવાથી મેં નક્કી કર્યું હતું કે હું જ સફાઈ કરીશ અને મારા ઘરના આંગણાથી સફાઈ કરવાની શરૂઆત કરી હતી. મને જોઈને અડધો કલાકમાં સોસાયટીના અન્ય લોકો પણ મારી સાથે સફાઈ કરવા જોડાયા હતા. એમાં ૧૨થી ૧૩ જેટલાં બાળકો, યંગસ્ટર્સ અને મહિલાઓનો સમાવેશ હતો.

સફાઈ દરમ્યાન સોસાયટીમાં વધી રહેલાં વૃક્ષોનું ટ્રી-કટિંગ પણ કરવામાં આવ્યું હતું.’

- અંકિતા સરીપડિયા