મીરા રોડની સ્કૂલના વિદ્યાર્થીઓ ને તેમના પેરન્ટ્સની સાથે ટીચર્સ પણ સાફસફાઈ કરવા રસ્તા પર ઊતર્યા

23 October, 2014 06:09 AM IST  | 

મીરા રોડની સ્કૂલના વિદ્યાર્થીઓ ને તેમના પેરન્ટ્સની સાથે ટીચર્સ પણ સાફસફાઈ કરવા રસ્તા પર ઊતર્યા




ઝેવિયર્સ ગ્રુપની આ સ્કૂલના ચૅરમૅન ઑગસ્ટિયન ફ્રાન્સિસ પિન્ટોએ નરેન્દ્ર મોદીના આ સ્વચ્છતા મિશનથી પ્રોત્સાહિત થઈને સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ટીચર્સ વગેરેને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે બધાએ એકસાથે મળીને વિસ્તારની સાફ-સફાઈ કરી હતી.

સ્કૂલના એક વિદ્યાર્થીના પેરન્ટ્સ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘અમને આ અભિયાન વિશે માહિતી મળતાં અને સ્કૂલ મૅનેજમેન્ટે પણ આ વિશે અમને જણાવ્યું હોવાથી આ કામ કરવા અમે ખૂબ જ ઉત્સાહિત હતા. આપણે જ આપણા વિસ્તારની સ્વચ્છતા રાખીએ તો સ્વચ્છતા બની રહેશે તેમ જ દિવાળીમાં લોકોને એટલી પણ વિનંતી કરીએ પણ ફટાકડાનો ઉપયોગ કરનારાઓ તો કરે જ છે એનાથી ગંદકી પણ થતી હોય છે એ પણ અમે પોતે જ સાફ કરીને સ્વચ્છ કરીએ છીએ.’