રિયાની મીડિયા પબ્લિસિટી પર પ્રતિબંધ મૂકો, સુશાંતના પરિવારના વકીલની માગ

29 August, 2020 10:29 AM IST  |  Mumbai | Agencies

રિયાની મીડિયા પબ્લિસિટી પર પ્રતિબંધ મૂકો, સુશાંતના પરિવારના વકીલની માગ

સુશાંત અને રિયા

આડકરતી રીતે રિયા ચક્રવર્તીનો ઉલ્લેખ કરીને સુશાંત સિંહ રાજપૂતના પારિવારિક વકીલે ગઈ કાલે કહ્યું હતું કે કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા લોકોની મીડિયા પબ્લિસ‌િટી પર પ્રતિબંધ લાગુ કરવો જોઈએ.

ગુરુવારે એક અગ્રણી ન્યુઝ ચૅનલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાની આરોપી રિયા ચક્રવર્તીનો ઇન્ટરવ્યુ લીધો હતો, જ્યાં તેણે પોતાની કહાણી રજૂ કરી હતી.

ઇન્ટરવ્યુ બાદ એસએસઆરના પારિવારિક વકીલે દૃઢપણે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તેઓ નિર્દોષ હોય તો તેમની છબી ખરડાય છે અને જો દોષિત હોય તો અકારણ પબ્લિસિટી મળે છે. ગઈ કાલે રિયા ચક્રવર્તી સીબીઆઇની પૂછપરછનો સામનો કરવા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં આ પ્રથમ જ વાર સીબીઆઇ દ્વારા 28 વર્ષની રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી અને અન્યો સામે તેમના પુત્ર સુશાંતને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવા અને તેની સંપત્તિનો દુરુપયોગ કરવા સામે ફાઇલ કરેલા એફઆઇઆરને સીબીઆઇને ટ્રાન્સફર કરવાનું સમર્થન કર્યું હતું.

સુશાંતસિંહના કેસમાં બીજેપી એન્ગલની તપાસ કરો : કૉન્ગ્રેસ

કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે તાજેતરમાં સુશાંત સિંહના કેસમાં બીજેપી એન્ગલ હોવાની શંકા વ્યક્ત કરી હતી. કૉન્ગ્રેસના સચિન સાવંતે દાવો કર્યો હતો કે સીબીઆઇએ સંદીપ સિંહની પૂછપરછ કરવી જોઈએ જેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવી હતી. સચિન સાવંતે ટ્વીટ કરી કે ‘સુશાંતના કેસમાં બીજેપીનું એન્ગલ હોઈ શકે છે. પીએમ મોદીની બાયોપિક બનાવનારા પ્રોફેસરની સીબીઆઇએ ડ્રગ્સના સંદર્ભમાં પૂછપરછ કરવી જોઈએ. આ મામલો ગંભીર છે. બૉલીવુડમાં ઘણા સારા અને મોટા પ્રોડ્યુસર છે તો પછી શા માટે સંદીપ સિંહને આ બાયોપિક માટે પસંદ કરવામાં આવ્યો? મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, બૉલીવુડ, ડ્રગ્સ અને બીજેપી વચ્ચે શું જોડાણ છે એની તપાસ થવી જોઈએ. બીજેપી અને બૉલીવૂડવચ્ચેના સંબંધો ઘણા જાણીતા છે. શું સીબીઆઇ બીજેપીના કોઈ નેતાને બચાવી રહી છે?’

એસપી નેતાએ ટ્રોલ થયા બાદ સુશાંતસિંહ વિરુદ્ધની અપમાનજનક ટ્વીટ ડિલીટ કરી

સમાજવાદી પાર્ટીના નેતા આઇપી સિંહે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને એક ટ્વીટમાં નપુંસક કહ્યા બાદ તેઓ ટ્રોલ થતાં તેમને પોતાની ટ્વિટ ડિલીટ કરવાની ફરજ પડી હતી.

આઇપી સિંહની સોશ્યલ મીડિયા પર જોરદાર ટીકા થતાં તેમણે ટ્વીટ ડિલીટ કરવી પડી હતી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

બીજેપીના ધારસભ્યની માગ, રિયાની ધરપકડ કરો

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં બીજેપીના એમએલએ અને અભિનેતાના સંબંધી નીરજકુમાર સિંહ બબલુનું કહેવું છે કે તપાસ એજન્સીઓએ પોતાની તપાસ વહેલી પૂરી કરીને રિયા ચક્રવર્તીની ધરપકડ કરવી જોઈએ. નીરજકુમાર સિંહ બબલુએ કહ્યું કે ‘સીબીઆઇ, ઈડી અને એનસીબી દ્વારા કરાઈ રહેલી તપાસથી રિયા ચક્રવર્તી ભાગી નહીં શકે. અમે ઇચ્છીએ છીએ કે આ એજન્સીઓ જલદીથી પોતાની તપાસ પૂરી કરે અને રિયાની ધરપકડ કરે.’

sushant singh rajput rhea chakraborty crime branch Crime News mumbai crime branch mumbai crime news central bureau of investigation