સુશાંતના કેસમાં મર્ડરનો મોટો પુરાવો હાથ લાગ્યાનો સ્વામીનો દાવો

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સુશાંતના કેસમાં મર્ડરનો મોટો પુરાવો હાથ લાગ્યાનો સ્વામીનો દાવો

સુબ્રમણ્યમ સ્વામી

બીજેપીના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ ગઈ કાલે કહ્યું હતું કે અભિનેતા સુશાંતસિંહની કાવતરું ઘડીને હત્યા કરવામાં આવી હોવાનો જબરદસ્ત પુરાવો આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇ, ઈડી અને એનસીબીને હાથ લાગ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ બે જુદી-જુદી ટ્‌વીટમાં લખ્યું હતું કે ‘સુશાંતસિંહના ચાહકો તેના હત્યારાઓને ક્યારે સજા મળશે એવું પૂછે છે, એનો મારી પાસે જવાબ નથી, પરંતુ એઇમ્સ ટીમ આ મામલે સ્વતંત્ર રીતે તપાસ ન કરી શકે એથી હૉસ્પિટલના રેકૉર્ડ પરથી કહી શકાય કે તેની હત્યા કરવામાં આવી છે. જોકે સીબીઆઇ આ પુરાવા બાબતે નિર્ણય લઈ શકે છે એથી સીબીઆઇ, ઈડી અને એનસીબી ભારે ઉત્સાહમાં છે.

સ્વામીએ કરેલી બીજી ટ્‌વીટમાં લખ્યું હતું કે ત્રણેય તપાસ-એજન્સીને મજબૂત પુરાવા હાથ લાગ્યા હોવાથી મને વિશ્વાસ છે ક સુશાંતસિંહની કાવતરું ઘડીને હત્યા કરવાનું કોર્ટમાં આસાનીથી પુરવાર થઈ શકશે. માત્ર ન્યાય જ નહીં, બૉલીવૂડમાં જેકાંઈ ચાલી રહ્યું છે એ પણ ક્લીન થઈ જશે.’

સુબ્રમણ્યમ સ્વામીએ આ મહિનાની શરૂઆતમાં ટ્‌વીટના માધ્યમથી દાવો કર્યો હતો કે સુશાંતના મૃત્યુના મામલામાં સિસ્ટમૅટિક રીતે પુરાવા નષ્ટ કરવામાં આવ્યા છે.

mumbai mumbai news subramanian swamy sushant singh rajput rhea chakraborty Crime News mumbai crime news mumbai crime branch bihar